ઓએનજીસી દ્વારા માણાવદર, ઉપલેટા અને પોરબંદરના વિવિધ વિસ્તારોમાં ડ્રીલીંગ: તળમાં ઓઈલ અને ગેસ છે કે તેના માટે સંશોધન
જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથક માંથી તેલ અથવા નેચરલ ગેસ મળી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. ત્યારે માણાવદર પંથકમાં ઓએનજીસી કંપની દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર તેલ અને નેચરલ ગેસનું સંશોધન હાથ ધરાયું છે, જે માટે ઓએનજીસીના પાર્ટી ચીફ સહિત 400 થી વધુ લોકો પ્રાથમિક સર્વેની કામગીરી કરી રહ્યા છે.
માણાવદર – જુનાગઢ હાઇવે પર નરેડી ગામ પાસે ઓએનજીસીના જીપી – 16 ટીમ દ્વારા હાલમાં તેલ અને નેચરલ ગેસનું સંશોધન હાથ ધરાયું છે, આ સર્વે આ વિસ્તારમાં 500 ચોરસ કિ.મી. કરવામાં આવશે, આ સંશોધન માટે સિત્મિક કેબલ, સેન્સર જમીનમાં પાથરવામાં આવે છે અને ત્યારબાદ એ એરિયામાં 80 થી 100 ફૂટના જમીનમાં ડ્રીલીંગ કરવામાં આવે છે. અને ત્યારબાદ નિયંત્રિત ટીમ દ્વારા બ્લાસ્ટ કરીને ડેટા એકત્રિત કરણ કરવામાં આવે છે.
આ બાદ ડ્રીલિંગ કરેલી જગ્યા પૂરવામાં આવે છે, અને જે ડેટા એકત્રીકરણ કરેલ હોય તેને હાયર પ્રોસેસ માટે વડોદરા લેબમાં મોકલવામાં આવશે. ત્યાર બાદ જૂનાગઢના માણાવદર પંથકમાં તેલ અને નેચરલ ગેસનો જથ્થો છે કે કેમ? તે પૃથકરણમાં બહાર આવશે. સંભવત જો આ પૂથકરણ પોઝિટિવ આવશે તો કદાચ જુનાગઢ જિલ્લાનો માણાવદર પંથક દેશ અને દુનિયાને તેલ અને નેચરલ ગેસ પૂરો પાડવામાં મદદરૂપ થશે.
આ અંગે ઓએનજીસીના જીપી – 16 ટીમના ચીફ અને પ્રોજેક્ટ મેનેજર યોગેશ સજવાને અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી ભારતના અનેક રાજ્યમાં તેલ અને નેચરલ ગેસની સંશોધનના તપાસણી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આ કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવી રહી છે, ત્યારે જુયોલોજિકલ સર્વે પ્રમાણે જુનાગઢ, પોરબંદર, રાજકોટ જિલ્લામાં હાઇડ્રોકાર્બન હોવાની શક્યતાના સર્વે બાદ અમારી ટીમ દ્વારા જુનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાં સંશોધનની પ્રાથમિક સર્વેને કામગીરી કરવામાં આવી રહી છે.
યોગેશ સજવાનના વધુમાં જણાવ્યા અનુસાર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ જિલ્લાના માણાવદર, વંથલી, કુતિયાણા, ઉપલેટા જેવા તાલુકાના વિસ્તારમાં હાઇડ્રોકાર્બન એટલે કે તેલ અને નેચરલ ગેસનો શક્યતાઓ વધુ હોવાથી સંશોધનનો પ્રાથમિક સર્વે થઈ રહ્યો છે. આ સંશોધન આ વિસ્તારમાં 500 ચોરસ કિ.મી. કરવામાં આવશે. અને આ વિસ્તારમાં દરરોજ 200 ડ્રીલીંગના કામ કરવામાં આવી રહ્યા છે
હાલમાં તેલ અને નેચરલ ગેસ અંગે માણાવદર પંથકમાં જે પ્રાથમિક તપાસ થઈ રહી છે તે કેવી રીતે થાય છે ? તે અંગે ઓએનજીસી ના ૠઙ-16 દળના યોગેશ સજવાનના જણાવ્યું હતું કે, સિત્મિક કેબલ, સેન્સર જમીનમાં પાથરવામાં આવે છે અને ત્યારબાદ એ એરિયામાં 80 થી 100 ફૂટ જમીનમાં ડ્રીલીંગ કરી, નિયંત્રિત ટીમ દ્વારા બ્લાસ્ટ કર્યા બાદ ડેટા એકત્રિત કરવામાં આવે છે, અને ત્યારબાદ એકત્રિત કરાયેલા ડેટા હાયર પ્રોસેસ માટે વડોદરા લેબમાં મોકલવામાં આવે છે.
આ પ્રાથમિક સર્વે બાદ જો આ વિસ્તારમાં તેલ અને નેચરલ ગેસ મળી આવવાની શક્યતા હશે તો ત્યાં અમારી બીજી ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે. અને એ સર્વે બાદના પુઠકરણમાં જો અહીં તેલ અને નેચરલ ગેસની શક્યતાઓ જણાશે તો આ વિસ્તારમાંથી નેચરલ ગેસ અને તેલનો જથ્થો મેળવવામાં આવશે.
જૂન 2024 સુધી સર્વે ચાલશે
આ વિસ્તારમાં અગાઉ જીયોલોજિસ્ટની એક ટીમ દ્વારા આ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બીજો સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં એક દિવસમાં સાતથી આઠ સ્ક્વેર ફુટના વિસ્તારમાંથી નમુના એકત્રિત કરવામાં આવ્યા છે 400 જેટલા કર્મચારીઓ સર્વેની કામગીરીમાં જોડાયા છે અને જૂન 2024 સુધી આ સર્વેની કામગીરી ચાલશે તેવું જાણવા મળી રહ્યું છે
નમૂના લઈ પરીક્ષણ માટે મોકલાશે
સર્વેની કામગીરી દરમિયાન નમુના એકત્રિત કર્યા બાદ તેને એનાલિસિસ માટે ઓ એન જી સી ની વડી કચેરી વડોદરા અથવા દેહરાદુન મોકલવામાં આવશે અને ત્યારબાદ પેટ્રોલ અને ગેસ છે કે કેમ તે અંગેની સ્પષ્ટતા થશે.
4000 સેન્સર મૂકાયા
જૂનાગઢમાં પેટ્રોલ અને ગેસના સંશોધન માટે ઓ એન જી સી કંપની દ્વારા 500 સ્કેવેર કિલોમીટરના એરિયામાં સંશોધન હાથ ધરવામાં આવ્યું છે જેમાંથી 250 કિલોમીટર ના એરિયામાં સર્વે થઈ ચૂક્યો છે. માણાવદર તાલુકાના અલગ અલગ ગામડાઓમાં આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં 4000 જેટલા સેન્સર મૂકવામાં આવ્યા છે અને આ સેન્સરની મદદથી ઊંડા ડ્રીલીંગ કરીને તેમાંથી નમુના લેવામાં આવી રહ્યા છે