Oho પ્લેટફોર્મના માધ્યમથી ગુજરાતી સિનેમાના કલાકારોને મોટુ પ્લેટફોર્મ મળશે તેવું આજરોજ ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર અભિષેક જૈને ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે મુલાકાત દરમિયાન સ્વ.નરેશ કનોડીયા, સ્વ.રમેશ મહેતા સહિતના દિગ્ગજ કલાકારોની યાદગાર ફિલ્મોથી લઈ અર્બન ગુજરાતી ફિલ્મોની સફર Oho પર ખેડાશે તેવું પણ કહ્યું હતું.

ઓહોજરા કલ્પના કરો કે આપડી જિંદગીમાં મનોરંજન નામની વસ્તુ જ ના હોતતો શું થાત? મનોરંજન કેટલી સદીઓથી આપડી સાથે જોડાયેલું છે, એની આપને કલ્પના પણ નહીં કરી હોય. જેમ કે પહેલા ગામડામાં ભવાઈ, કતપુત્રીના ખેલ, કાન-ગોપી, અને સાથે સાથે મોટા નગરો, શહેરોમાં નાટકો થતા. આ બધી વસ્તુને આપડા સમાજનો અરીસો ગણવામાં આવીયો છે. સમયના બદલાવ સાથે આ અરીસાએ તેનો આકાર બદલીયો છે. આ નવા મનોરંજનના આકારને આપણે બધા સિનેમાં તરીકે ઓળખીયે છીએ. સિનેમા એ પણ 70mmના પર્દાનું સિનેમાં, જેમાં આપણા દરેક ઈમોશનન, તહેવારો, સંસ્કૃતિ,શબ્દો અને સંગીતમાં સમાવી એક આનંદની સફર કરાવે છે.

556386b7 2505 4914 9936 d834502465e3
એક વાર વિચારીને જોવો કે, હોળીનો તહેવાર હોય એક બીજા રંગોથી ભરપૂર રમતા હોય એમાં પાછળ સિલસિલા ફિલ્મનું “રંગ બરસે ભીગે ચુનરવાલી” બાગબાનનું “હોળી ખેલે રઘુવીર” અથવા આજના જમાનાનું યે જવાની હૈ દિવાનીનું “બલમ પિચકારી”ગીત વાગતું હોય, તો રંગોના તહેવારમાં એક નવોજ ઉત્સાહ આવી જાય. એવો ઉત્સાહ આપને હરેક જગ્યાએ આ સિનેમા આપે છે. દરેક ભાષા, સંસ્કૃતિ કે લોકોનું પોતાનું અલગ-અલગ સિનેમાં હોય છે. જેમ કે, હિન્દી, પંજાબી, મરાઠી, મલયાલમી, તેલુગુ, તમિલ અને ગુજરાતી આવા અલગ અલગ પ્રકારના સિનેમાં આપને જોવા મળે છે. આ બધા સિનેમાને આગવી ઓળખ આપવામાં ઘણા બધા લોકોની જીવન ભરની મેહનત હોય છે. આજે આપડે આવા જ ગુજરાતી સિનેમાને એક નવી ઓળખ આપનાર ફિલ્મકેર અભિષેક જૈન વિશે વાત કરીશું.

રજમુળી
ગુજરાતી ફિલ્મોમાં અભિષેક જૈન એક બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે. અભિષેક જૈનનો જન્મ 3 ઓગષ્ટ 1986માં અમદાવાદમાં થયો હતો. તે મારવાડી જૈન ફેમિલીથી આવે છે. તેમણે બી.કે.મજુમદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનથી BBAની ડિગ્રી મેળવી છે, ત્યારબાદ 2008માં હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સુભાસ ઘાઈની Whistling Woods International નામની ફિલ્મ સ્કૂલ માંથી ફિલ્મ મેકિંગની ડિગ્રી મેળવી હતી.

Whistling Woods Internationalમાં અભ્યાસની સાથે 2007માં આવેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ “સાંવરિયા”અને 2010માં આવેલી ફિલ્મ “ગુઝારિશ”અને 2008માં આવેલી સુભાષ ઘાઈની ફિલ્મ “યુવરાજ”માં સહાયક નિદેશક તરીકે કામ કર્યું.

ત્યારબાદ અમદાવાદ આવી Radio Jokey અને Radio Mirchiમાં પણ કામ કર્યું છે. 2010માં અમદાવાદમાં યોજાયેલા ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલમાં એમની મુલાકાત મિખિલ મુસાલે અને અનીશ શાહ સાથે થઈ. તે પછી મિખિલ મુસાલે અને અનીશ શાહની સાથે મળી “CineMan Productions”શરૂઆત કરી. “CineMan Productions”પહેલી ગુજરાતી અર્બન ફિલ્મ “કેવી રીતે જઈસ” 26મે 2012ના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને અભિષેક જૈને લખી, નિદેશન અને સાથે એકટિંગ પણ કરી. “કેવી રીતે જઈસ”ફિલ્મને 2012માં BIG Gujarati Entertainment Awardsમાં 8 કેટેગરીમાં નોમિનેશન મળ્યું અને 7 કેટેગરીમાં વિજેતા થયા. 12th Annual Transmedia Gujarati Screen & Stage awardsમાં 15 કેટેગરીમાં નોમિનેશન મળ્યું ને 10 કેટેગરીમાં વિજેતા થયા. “કેવી રીતે જઈસ” ફિલ્મથી અભિષેક જૈનએ ગુજરાતી અર્બન ફિલ્મોની નવી શરૂઆત કરી.

“Cineman Production” હેઠળ, અભિષેક જૈનએ ડિરેક્ટ કરેલી 29 ઓગસ્ટ 2014ના રોજ “બે યાર” નામની ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મથી Scam-1992 હિન્દી વેબ સેરીઝના અભિનેતા પ્રતીક ગાંધીને ગુજરાતી સિનેમામાં એક નવી ઓળખ આપી. 14th Annual Transmedia Gujarati Screen & Stage Awardsમાં “બે યાર”ને 14 અલગ કેટેગરીમાં સ્થાન મળ્યું, તેમાંથી બેસ્ટ ફિલ્મ સાથે બીજી 13 કેટેગરીમાં વિજેતા થયા.
9 સેપ્ટેમ્બર 2016ના રોજ “સિનેમાં Production” અને “Phantom Film Production(અનુરાગ કશ્યપ , વિકાશ બહલ, મધુ મન્ટેના, વિક્રમાદિત્ય મોઢવાની)”ના કોલબ્રેશન સાથે બનેલી ફિલ્મ “રોંગ સાઈડ રાજુ” રિલીઝ થઈ. આ ફિલ્મને 64th National Film Awards એવોર્ડ મળ્યો. 16th Annual Transmedia Gujarati Screen and Stage awardsમાં આ ફિલ્મને 4 કેટેગરીમાં એવોર્ડ મળ્યા. “રોંગ સાઈડ રાજુ” ડિરેક્ટર મીખીલ મુસાલેએ પછી હિન્દી ફિલ્મ “Made In Chaina” બનાવી.

પોતાનો ફિલ્મ મેકિંગનો અનુભવ લોકો સુધી પોંહચાડવા અને નવા ઉભા થતા ફિલ્મ મેકરો માટે પ્રેરણા બને એવું “આ તો જસ્ટ વાત છે” નામનું પુસ્તક જૂને 2015માં પુબ્લીશ કર્યું. ફિલ્મ મેકિંગ સાથે અભિષેક જૈન કોર્પોરેટ ની જાહેરાતો, ડોક્યુમેન્ટરી જેવા અન્ય કામો પણ કરે છે.

એપ્રિલ 2021માં અભિષેક જૈન આપણું પોતાનું ગુજરાતી OTT Platform “Oho” લઈને આવી રહ્યા છે. જે ફિલ્મ પ્રોડકશન “Cineman Production”, ખુશી એડવર્ટાઇઝિંગ સાથે મળીને OTT Platform “Oho”ની શરૂઆત કરે છે. Ohoમાં આપને ગામડાઓથી લઇને ગ્લોબલ સુધીની ગુજરાતી સિનેમાની સફર જોવા મળશે. આપણું પોતાનું કહી શકાય એવું Oho Ott Platformનું નામ પણ આપડી ગુજરાતની જનતા દ્વારા આપવામાં આવ્યુ છે. Cineman Production દ્વારા “ગુજરાતીઓ દ્વારા, ગુજરાતીઓ માટે” સ્લોગન સાથે Oho Ott Platformની જાહેરાત કરવામાં આવી, ત્યારે એના નામ માટે ગુજરાતી જનતાના અભિપ્રાયો લેવામાં આવ્યા. રસપ્રદ વાતએ છે કે, થોડા જ દિવસોમાં 100 નામો સૂચવવામાં આવ્યા. જેમાં ત્રણ નામ (ઓહો, રણકો અને, બિંજરાતી)ને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતાં અને ઓનલાઈન પોલના આધારે પ્લેટફોર્મ માટે ઓહો નામ નક્કી કરવામાં આવ્યું હતું. 9 માર્ચના રોજ Ohoનો લોગો જાહેર કરવામાં આવ્યો અને 15 માર્ચના રોજ Ohoનું ટ્રેલર મુકવામાં આવ્યું. જેમાં આપણી ગુજરાતી સંસ્કૃતિ અને માટીની મહેક આપતી ફિલ્મોની ઝલક જોવા મળી.

આપડા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર સ્વ.નરેશ કનોડિયા, રમેશ મહેતા જેવા દિગ્ગજ કલાકારોની યાદગાર ફિલ્મોથી લઈ અર્બન ગુજરાતી ફિલ્મો સુધીની સફર આપણે Oho પર ખેડી શકીશુ. જેમાં એવોર્ડ વિજેતા અને ગુજરાતી સિનેમાને એક નવી ઉંચાઈ આપવા વારી ફિલ્મો “કેવી રીતે જઈશ, બે યાર, રોંગ સાઈડ રાજુ, રતનપુર, વિટામિન સી, રેવા” આપણે જોવા મળશે. Oho ઓરીજનલ કહી શકાય એવી ફિલ્મો અને વેબ સેરીઝ “ઓક બોસ, કડક મીઠ્ઠી, સાંભળો છો, ટુયુશન, કટિંગ, ચસકેલા, અને Scam-1992 વેબ સેરીઝથી હિન્દુસ્તાનના લોકોના દિલમાં એક અલગ જગ્યા બનવનાર અભિનેતા પ્રતીક ગાંધીની ફિલ્મ વિઠ્ઠલતીડી” જોવા મળશે.

Oho Platform દ્વારા ગુજરાતી સિનેમાના લોકોને એક મોટું પ્લેટફોર્મ મળશે. જેમાં લેખકો, દિર્ગશકો, અભિનેતા, અભિનેત્રીઓ અને ફિલ્મોના અલગ-અલગ ડીપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા લોકોને પોતાની કળા ખીલવા માટે એક નવું મંચ પ્રદાન થશે. ફિલ્મો અને વેબ સિરીઝ સાથે મ્યુઝિક વીડિયો, ડોક્યુમેન્ટરી, સાહિત્યની વાતો, નાટકો અને મોટિવેશનલ વક્તા સંજય રાવલ સાથે “મન ફિલ્ટર” નામનો ટોક શો જોવા મળશે. ગુજરાતની માટીમાં દટાયેલી વાર્તાઓને જીવંત કરી, વિશ્વમાં પોહોંચાડવા માટે Ohoનો આ પ્રયોગ આવકારવા લાયક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.