કોરોના મહામારીને કારણે હાલમાં થિયેટરો બધા મંદા પડ્યાં છે અને ત્યાર તમામ ફિલ્મો હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ,એમએક્સ ઓરિજિનલ, ડિઝની પ્લસ હોટસ્ટાર જેવા OTT પ્લેટફોર્મને વેગ મળ્યો છે. આ પ્લેટફોર્મ પર ફિલ્મો કરતા વેબ-સિરીઝનું પ્રમાણ વધુ જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાં OTT પ્લેટફોર્મ જોવા વારા વર્ગમાં વધારો થયો છે. આ બધા પ્લેટફોર્મને ટક્કરઆપે એવું ગુજરાતી ભાષામાં ગુજરાતનું પોતાનું કહીં શકાય એવું OTT પ્લેટફોર્મ ઓહો (Oho)2021માં લોન્ચ થવા જઈ રહ્યું છે.

 


ગુજરાતની જાણીતું ફિલ્મ પ્રોડકશન “Cineman”, ખુશી એડવર્ટાઇઝિંગ સાથે મળીને OTT પ્લેટફોર્મ Ohoની શરૂઆત કરી છે. ગામડાઓથી લઇને ગ્લોબલ સુધીની ગુજરાતી સિનેમાની સફર જોવા મળશે. આપણું પોતાનું કહી શકાય એવું Oho OTT પ્લેટફોર્મનું નામ પણ આપડી ગુજરાતની જનતા દ્વારા આપવામાં આવ્યુ છે. Cineman પ્રોડકશન દ્વારા “ગુજરાતીઓ દ્વારા, ગુજરાતીઓ માટે”ના સ્લોગન સાથે OTT પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી, ત્યારે એના નામ માટે ગુજરાતી જનતાના અભિપ્રાયો લેવામાં આવ્યા. રસપ્રદ વાતએ છે કે, થોડા જ દિવસોમાં 100 નામો સૂચવવામાં આવ્યા. જેમાં ત્રણ નામ(ઓહો, રણકો અને, બિંજરાતી)ને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતાં અને ઓનલાઈન પોલના આધારે પ્લેટફોર્મ માટે Ohoનામ નક્કી કરવામાં આવ્યું હતું. 9 માર્ચના રોજ Ohoનો લોગો જાહેર કરવામાં આવ્યો અને 15 માર્ચના રોજ Ohoનું ટ્રેલર મુકવામાં આવ્યું. જેમાં આપણી ગુજરાતી સંસ્કૃતિ અને માટીની મ્હેક આપતી ફિલ્મોની ઝલક જોવા મળી.

આપડા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર સ્વગ.શ્રી નરેશ કનોડિયા, રમેશ મહેતા જેવા દિગ્ગજ કલાકારોની યાદગાર ફિલ્મોથી લઈ અર્બન ગુજરાતી ફિલ્મો સુધીની સફર આપણે Oho પર ખેડી શકીશુ. જેમાં એવોર્ડ વિજેતા અને ગુજરાતી સિનેમાને એક નવી ઉંચાઈ આપવા વારી ફિલ્મો “કેવી રીતે જઈશ, બે યાર, રોંગ સાઈડ રાજુ, રતનપુર, વિટામિન સી, રેવા” આપણે જોવા મળશે. Oho ઓરીજનલ કહી શકાય એવી ફિલ્મો અને વેબ સેરીઝ “ઓકે બોસ, કડક મીઠ્ઠી, સાંભળો છો, ટુયુશન, કટિંગ, ચસકેલા, અને Scam-1992 વેબ સેરીઝથી હિન્દુસ્તાનના લોકોના દિલમાં એક અલગ જગ્યા બનવનાર અભિનેતા પ્રતીક ગાંધીની ફિલ્મ “વિઠ્ઠલતીડી” જોવા મળશે.

Oho પ્લેટફોર્મ દ્વારા ગુજરાતી સિનેમાના લોકોને એક મોટું પ્લેટ ફોર્મ મળશે. જેમાં લેખકો, દિર્ગશકો, અભિનેતા, અભિનેત્રીઓ અને ફિલ્મોના અલગ-અલગ ડીપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા લોકોને પોતાની કળા ખીલવા માટે એક નવું મંચ પ્રદાન થશે. ફિલ્મો અને વેબ સિરીઝ સાથે મ્યુઝિક વીડિયો, ડોક્યુમેન્ટરી, સાહિત્યની વાતો, નાટકો અને મોટિવેશનલ વક્તા સંજય રાવલ સાથે “મન ફિલ્ટર” નામનો ટોક શો જોવા મળશે. ગુજરાતની માટીમાં દટાયેલી વાર્તાઓને જીવંત કરી, વિશ્વમાં પોહોંચાડવા માટે Ohoનો આ પ્રયોગ આવકારવા લાયક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.