સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા બેનામી વ્યવહારો ધરાવનાર વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. બે દિવસ પહેલા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીના અલગ અલગ યુનિટમાં રેડ કરવામાં આવી હતી જેમાં કરોડોની રોકડ અને જ્વેલેરીઓ મળી આવી હતી.
આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગના એડિશનલ કમિશનરની આગેવાની હેઠળ સુતત અને મુંબઈના ૩૦ ઠેકાણે 100થી વધુ અધિકારીઓની ટીમે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ભાવન જેમ્સ, ધનેરા ડાયમંડ, બિલ્ડર રમેશ ચોગઠ, નરેશ વિડિયો અને કાદર કોથમીર ઉપરાંત જનક નામના બ્રોકરને સાણસામાં લેવામાં આવ્યા હતા.
ઇન્કમટેક્સ દ્વારા પાડવામાં આવેલી રેડમાં ચોંકાવનારી વાત તો એ છે કે બેનામી ડોક્યુમેન્ટ છુપાવવા માટે ૪ ગુપ્ત રૂમ બનાવવામાં આવ્યા હતા. અધીકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીંથી ચાર રૂમ જેટલા ભરીને બેનામી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા બે ડાયમંડ પેઢી, બિલ્ડર, ફાયનાન્સર અ્ને જમીન દલાલને ત્યાં હાથ ધરવામાં આવેલાં દરોડાના બીજા દિવસે અધિકારીઓએ રૂપિયા આઠ કરોડ જેટલી રોકડ-જ્વેલરી જપ્ત કરી હતી. હજુ પણ બેનામી સંપતિ અથવા તો રોકડ મળવાની શક્યતા છે !!!