- ટીમ દ્વારા 3 દિવસ કચ્છના આકાશમાં કરશે એર શો
- જમીનથી 100 ફૂટ પર આ તમામ કરતબો કરવામાં આવશે
ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ સરહદી જીલ્લા કચ્છના આકાશમાં 3 દિવસ એર શો કરશે. જેમાં પાઇલોટની કુશળતા, વ્યાવસાયીકરણ અને ક્ષમતાઓનું પ્રદર્શન કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં આવશે. તેમજ ભારતીય વાયુસેનાન 9 વિમાનની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છમાં એર શો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સૂર્ય કિરણ એરોબેટિક ટીમના પ્રદર્શનને લઈને કચ્છના યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કેસરી, સફેદ અને લીલા રંગના સ્મોકનો ઉપયોગ કરવામાં આવશે. આ એર શોમાં ઈન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનું હોક MK 132 વિમાનો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત શોર્ય અને ભારતની શક્તિનું પણ પ્રદર્શન કરશે. જમીનથી 100 ફૂટ ઉપર આ તમામ કરતબો કરવામાં આવશે.
ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ સરહદી જીલ્લા કચ્છના આકાશમાં 3 દિવસ એર શો કરશે.જેમાં પાઇલટની કુશળતા, વ્યાવસાયીકરણ અને ક્ષમતાઓનું પ્રદર્શન કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં આવશે.ભારતીય વાયુસેનાન 9 વિમાનની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છના નલિયાના પિંગલેશ્વર બીચ ખાતે 9 વાગ્યે અને સફેદ રણમાં 2 દિવસ 3:30 વાગ્યે એર શો રજૂ કરવામાં આવશે. સૂર્ય કિરણ એરોબેટિક ટીમના પ્રદર્શનને લઈને કચ્છના યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગત વર્ષે 2 દિવસ માટે આ એર શો ભુજના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયો હતો.
તો 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ટ્રાય કલર ડિસ્પ્લે રજૂ કરી રહી છે.જેમાં કેસરી સફેદ અને લીલા રંગના સ્મોકનો ઉપયોગ કરવામાં આવશે.આ એર શોમાં ઈન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)નું હોક MK 132 વિમાનો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં 9 હોક વિમાનો અને 14 પાઇલટ રહેશે, જેઓ શોર્ય અને ભારતની શક્તિનું પણ પ્રદર્શન કરશે. આ શો લગભગ 30થી 35 મિનિટ સુધી ચાલશે.જમીનથી 100 ફૂટ ઉપર આ તમામ કરતબો કરવામાં આવશે.