ધ્રોલમાં 45 ઘેટા-બકરાના મોત થયા હતા. શ્વાન કે કોઈ જંગલી પ્રાણીએ હુમલો કર્યાની સંભાવના જણાઈ રહી છે. મળતી માહિતી મુજબ આ ઘટના ધ્રોલના નથુવડલા ગામની છે જ્યાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીના વાડામાં રહેલ ધેટા–બકરાના ગત મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. કુતરાઓના ટોળાએ હુમલો કરીને ફાડી ખાવાથી આ મોત થયાની સંભાવના છે. ભયના માર્યા ભાગદોડ મચી જવાથી આશરે ૪૧ જેટલા પશુઓના મોત નિપજયા હતા
પ્રાથમિક વિગત પ્રમાણે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે પશુ વ્યવસાય કરતા ઘેલાભાઈ કરણાભાઈ ઝાપડા નામના માલધારી પોતાના ધેટા–બકરાઓને એક વાડામાં રાબેતા મુજબ રાખ્યા હતા ત્યારે ગત મોડી રાત્રીના કુતરાઓના ટોળાએ એકા એક હુમલો કરતા ધેટા–બકરાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.
વાળા પાસે આવેલ મકાનની દિવાલોમાં ભટકાવાથી તેમજ ભાગદોડ કરવાથી ધેટા–બકરા ઉપરા ઉપરી પડતા દબાઈ જવાથી આશરે ૩૯ જેટલા ઘેટા અને ૨ જેટલા બકરાઓના મોત નિપજયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહયુ છે.
બનાવની જાણ થતા તાકીદે પશુપાલન વિભાગની ટીમ દોડાવવામાં આવી રહી છે અને ધેટા–બકરાઓના મોત પાછળનું કારણ જાણવા અને માલધારી એવા ઘેલાભાઈ ઝાપડા પાસે વધુ વિગત મળ્યા બાદ આ બનાવની સાચી વિગતો જાહેર થાય તેવુ માનવામાં આવી રહયુ છે.