જૂડવા-૨નું આ ગીત બની રહ્યું છે – હોટ ફેવરીટ

ઓહ માય ગોડ…ચલતી હે કયા નૌ સે બારા એક જ દિવસમાં ૧ કરોડ વ્યૂ મળ્યા !!! જી હા, જૂડવા-૨નું આ ગીત બની રહ્યું છે હોટ ફેવરીટ. એક જ દિવસમાં લોકોએ સોશિયલ મીડિયા પર આ ગીત ૧,૬૬,૪૭૮ લોકોએ જોયું. તો હજુ લોકો આ ગીત માણી રહ્યા છે તો વિચારો તેના વ્યૂનો આંકડો કયાં પહોંચશે ???  આ ગીતમાં વરૂણ ધવન, જેકલિન ફર્નાન્ડીઝ અને તાપસી પન્નુ છે. મૂળ તો આ ગીત સલમાન ખાનવાળી ફિલ્મ જૂડવા (૧૯૯૬)નું જ બેઠે બેઠું જૂડવા-૨માં મુકવામાં આવ્યું છે. પરંતુ તેમાં મેલ વોઈસ માત્ર બદલાઈ ગયો છે. આ ગીત અભિજિતના અવાજમાં છે અને તેને અનુ મલિકે કમ્પોઝ કર્યું છે. ત્યારે રાજકોટ ખાતે ધરમ સિનેમા (મૂળ જૂનું નામ ઉષા)માં સલમાન ખાન, કરીશ્મા કપુર અને રંભાની ફિલ્મ જૂડવાએ ધૂમ મચાવી હતી. ફિલ્મની સ્ટોરીની સાથોસાથ તેનું મ્યુઝિક અને કોરિયોગ્રાફી પણ જબરદસ્ત હીટ થયા હતા.

જૂડવા-૨ના પ્રમોશનમાં તેની અસલ હીરોઈન લોલો એટલે કે કરીશ્મા કપૂર પણ ખૂબ જ રસ લઈ રહી છે. તેણે વ‚ણ ધવન સાથે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે આ ગીત પર ઠૂમકાં લગાવી રહી છે. બાય ધ વે, ફિલ્મ જૂડવા આગામી તારીખ ૨૯મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં જોવા મળશે. જૂડવા-૨નું અન્ય ગીત ઉંચી હે બિલ્ડીંગ લિફટ તેરી બંધ હે પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવશે. ઓરિજનલ આ ગીત ખુદ અનુ મલિકે ગાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.