સૌરાષ્ટ્રભરમાં ગણેશજીનું શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન: અબીલ ગુલાલની છોડો ઉડાડીને વાજતે-ગાજતે વિઘ્નહર્તાને વિદાય અપાઈ.

સૌરાષ્ટ્રભરમાં ગણેશ મહોત્સવનાં ૧૧માં દિવસે ગઈકાલે ભગવાન ગણેશજીનું ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. અબીલ-ગુલાલની છોડો ઉડાડીને વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવને ભાવિકોએ વિદાય આપી હતી. આ તકે વિસર્જન સ્થળોએ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ સામે આવ્યો ન હતો.

બાલાચડી

બાલાચડીના દરિયાકિનારે ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. ભાવિકોની મોટી ભીડને ધ્યાનમાં રાખી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં વિઘ્નહર્તાનું અહીં ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું.

વડીયા

IMG 20180923 WA0044વડીયાના કૃષ્ણપરામાં ડીજેના તાલ સાથે ગણેશ વિસર્જન યાત્રા શરૂ કરી વડિયાના મુખ્યમાર્ગો પર ફરી સુરવો નદીમાં ગણેશ ભગવાનનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આજ વખતે વડીયામાં ગણેશ વિસર્જન દરમ્યાન હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળેલ છે. લોકોએ ભાવભેર ગણેશ ભગવાનનું વિસર્જન કરાયું હતું.

કેશોદ

20180923 184711કેશોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણેશચતુર્થીથી ગણેશોત્સવ ધામધુમથી ઉજવવામાં આવતો હતો. ૧૧ દિવસ આસ્થાભેર પુજા-અર્ચના કરવામાં આવી હતી. આનંદ ચૌદશના દિવસે સવારથી કેશોદ શહેરના વિવિધ યુવક મંડળો દ્વારા વાજતે-ગાજતે ગણપતિ દાદાની વિસર્જનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભાવિકો ભકતોએ ભારે હૃદયે રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિ આસપાસના પવિત્ર સરોવર નદીમાં વિસર્જિત કરી આવતા વર્ષે પધારવાનું નિમંત્રણ આપ્યું હતું. કેશોદ શહેરના મુખ્ય ચોક વિસ્તારમાં ડીજેના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવી ભકિતમય વાતાવરણ બની ગયું હતું. કેશોદ શહેર ગણેશોત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઈ પંડયા અને મંત્રી જયભાઈ વિરાણીએ શહેરના તમામ સાથ સહકાર આપનારાઓનો આભાર વ્યકત કર્યો હતો.

ઉના

ઉનામાં વર્ષોથી ગણેશ ઉત્સવ ધામુધામથી ઉજવાય છે એવામાં એમ.કે.ગ્રુપ દ્વારા ઉનામાં ચાર થાંભલે જે કુદરતી યુવાનોને બેહદ તન, મન, ધનથી બે મહિના અગાઉ દિવસ-રાત મહેનત કરી આલીશાન બનાવે છે એવા અન્નકોટ દર્શન તથા કથા બધા લોકોને મળેલ. એવામાં એમ.કે.નગર ગ્રુપમાં ગણેશ મહોત્સવનાં અંતિમદિને ભાવભેર વિસર્જન કર્યું હતું.

લીંબડી

લીંબડી તાલુકાના બોરણા ગામના લોકો દ્વારા અનોખી રીતે ગણેશ ભગવાનનું વિસર્જન જોવા મળ્યું હતું. જેમાં ગ્રામજનો ગણપતિ બાપાનો વરઘોડો કાઢીને ગામની શેરીઓમાં ગલીઓમાં અને ડીજેના તાલે નાચતે-ગાજતે, ગરબા રમીને, ગણપતિ બાપા મોરિયાના નારાઓ લગાવી નીકળે ત્યારે દરેક ગામના પોત પોતાના પાસે આ ગણેશ વિસર્જનની યાત્રા નિકળે બોરણા ગામની બધી જ બહેનો પોત પોતાના ઘરમાંથી પાણી લાવીને એકબીજા ઉપર નાખવામાં આવે છે.

ઓખા

ઓખામાં ગણેશ ઉત્સવના નવમાં દિવસે જલારામ ગ્રુપની મહિલાઓ દ્વારા લીંબડાના ઝાડના થડમાં કાગળના ગણેશ બનાવી ફ્રેન્ડલી ગણેશનું ઉમદા ઉદાહરણ પુરુ પાડતા છોડમાં રણછોડ ગણેશના શૃંગાર દર્શન રાખ્યા હતા. સાયબાબા ગ્રુપના ગણેશ જંગલેશ્ર્વર ગણેશના શૃંગાર કર્યા હતા. જેના દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ભકતજનોએ લીધો હતો. નવમાં દિવસે ખોડિયાર ગ્રુપના બને ગણેશ તથા કાલેશ્ર્વર ગ્રુપ, શતીમં ગ્રુપના ગણેશ વિસર્જન ઓખાના દરીયા કિનારે રાખેલ જેમાં ગણેશની વિદાય આપવા માનવ મહેરામણ ઉમટયું હતું.

હડિયાણા

હડિયાણા ગામે ફ્રેન્ડસ ગ્રુપ મિત્ર મંડળ અને સમસ્ત દલિત સમાજ દ્વારા ગણપતિબાપાનું વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ૧૧માં દિવસે ગણપતિ બાપાને અન્નકુટ અને નાના બાળકો, બાલિકાઓ, મહિલાઓ, પુરુષો દ્વારા મહાઆરતી અને મહિલાઓએ રાસ-ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.