વડાપ્રધાન મોદીએ ૩૦ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. ત્યારથી લઈને ૧ ડીસેમ્બર સુધીમાં વંદે ભારત ટ્રેનને પાંચમી વખત અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ ગઈકાલે વાપી અને સંજાણ ની વચ્ચે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. પશુ વચ્ચે સામે આવી જતા અકસ્માત થયો હોવાની જાણવા મળી રહ્યું છે.
વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત નડતા મુંબઈ તરફ જતી ટ્રેનને રોકવામાં આવી હતી. સામાન્ય રીપેરીંગ બાદ ટ્રેનને ફરી પોતાના રૂટ પર રવાના કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા પશુ વચ્ચે આવી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અગાઉ પણ રખડતા ઢોરની અડફેટે આવતા વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો ત્યારે ગઈકાલે પણ પશુ વચ્ચે આવતા ટ્રેનને અકસ્માત નડ્યો હતો.
૪ મહિનામાં ૫ વાર નડ્યો વંદે ભારત ટ્રેનને અકસ્માત
૩૦ સપ્ટેમ્બરે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે ઓક્ટોમ્બરમાં ત્રણ વખત અકસ્માત થયો હતો.
૧) ૬ ઓક્ટોમ્બર
૨) ૭ ઓક્ટોમ્બર
૩)૨૯ ઓક્ટોમ્બર
૪)૮ નવેમ્બર
૫) ૧ ડીસેમ્બર