ઈજાગ્રસ્ત ત્રણે વ્યક્તિઓને આર્થિક સહાય માટે કાર્યવાહી હાથ ધરી- વડાલી આર.એફ.ઓ.દેસાઈ
વડાલી તાલુકાના રામપુર વાસણા ગામે જંગલી સૂવરે ખેતરમાં કામ કરતા મહિલા અને બે પુરુષ સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હતો જેમાં મહિલાને પગ સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે વડાલી ખસેડાઈ હતી અને યુવકને આંખ સહિત માથામાં ઈજાઓ પહોંચતા 108 મારફતે ઈડર અને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો
જ્યારે ખેડૂતને પેટના ભાગે ઈજાઓ થતા ઈડર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં ખેડૂતને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતાં 60 જેટલા ટાકા આવ્યા હતા આ ઘટનાની જાણ વડાલી વન વિભાગને કરાઈ હતી અને વન વિભાગે જંગલી સુવરના હુમલાને લઈ સ્થળ તપાસ હાથ ધરી છે
ત્યારે આ મામલે વધુ જાણકારી આપતા વડાલી વન વિભાગના આર.એફ.ઓ દેસાઈએ જણાવ્યું હતું કે અમને આ જંગલી સુવરના હુમલાની જાણ થતાં અમારી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને જે ખેડૂતો પર જંગલી સુવરે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે તેમને અમે સરકારમાંથી મળતી આર્થિક સહાય માટે કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જણાવતા કહ્યું હતુ કે અમે ગ્રામજનોને આ મામલે સતર્ક રહેવા અને જો જંગલી સુવર દેખાય તો તાત્કાલિક વડાલી વન કચેરીને જાણ કરવાની અપીલ કરી છે.