રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઇ-વે ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલુ છે. ત્યારે આજ રોજ ચાલુ કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી હતી. ઓવરબ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન બ્રિજ પરથી ક્રેઇન પડી હતી. ક્રેઈન પડતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનવાની કામગીરી છે શરૂ, છેલ્લા ઘણા સમયથી બ્રિજનું કામ થઈ રહ્યું છે, તાજેતરમાં જ બ્રિજ પર એક સાઈડનો રોડ ખુલ્લો મુકલવામાં આવ્યો છે, બીજી સાઈડની કામગીરી શરુ છે ત્યારે આજ રોજ ચાલુ કામગીરી દરમિયાન ક્રેન પડતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ત્યારે વાત કરીએ આ બ્રિજની તો છેલ્લા ઘણા સમયથી આ બ્રીજની કામગીરી શરુ છે ત્યારે તંત્ર દ્વારા કેટલા સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

 

અમદાવાદમાં કાર ખાડામાં ખાબકી

Image

અમદાવાદમાં CTM પાસે કાર ખાડામાં ખાબકી, ક્રેનથી કાઢવી પડી બહાર, કારમાં ભારે નુકસાન-કાર માલિકે કહ્યું-સાહેબ આજે મરી જ ગયા હોત, માંડ જીવ બચ્યો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.