સુરતમાં ઝડપથી ઘોડામાં ફેલાતો ગ્લેંડર રોગ આજે સમગ્ર જીલ્લામાં હાહાકાર ફેલાવી રહ્યો છે. સુરતમાં ઘોડાના રોગથી ફફડાટ ફેલાતા SMCની ઘોડાના માલીક પહોંચીને માલીક અને પરિવારના સભ્યોના સેમ્પલ લીધા હતા. ત્યારે લાલ દરવાજાના અશ્વોમાં ગ્લેંડર પોઝિવિટ હોવાનું સામે આવ્યું હતું અને પશુચિકિત્સક દોડતાં થઈ ગયા હતા અને માનવીમાં આ રોગ ન ફેલાય તે માટે તાત્કાલિક તંત્ર એલર્ટ બન્યું છે. અને તાત્કાલિક અસરથી ભારત સરકારની ગઇડલાઇન્સ મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો જાણીએ શું છે આ રોગ કેવી રીતે ફેલાય છે આ રોગ અને શું છે આ રોગના લક્ષણો ??
શું છે ગ્લેન્ડર રોગ ??
ગ્લેન્ડર્સ એક ચેપી રોગ છે જે બર્કોલ્ડેરિયા મેલેઈ નામના બેક્ટેરિયમને કારણે થાય છે. આ રોગની અસર લોકોને પણ થઈ શકે છે, ત્યારે ગ્લેન્ડર્સ મુખ્યત્વે ઘોડાઓને અસર કરતો રોગ છે. તે ગધેડા અને ખચ્ચરને પણ અસર કરે છે. જો ઘોડાને આ રોગ હોય તો તેના નાકમાંથી પાણી વહેવા લાગે છે. શરીરમાં ફોલ્લા થાય છે.
ગ્લેન્ડરના લક્ષણો ??
શરદી અને પરસેવો સાથે તાવ.
સ્નાયુમાં દુખાવો.
છાતીનો દુખાવો.
સ્નાયુની તંગતા.
માથાનો દુખાવો.
અનુનાસિક સ્રાવ.
લાલ દરવાજા વિસ્તારમાંથી ઘોડાના નમૂના લેવાનું શરૂ થયું
સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ઘણા લોકો ઘોડાનો ઉપયોગ કરીને રોજીરોટી કમાય છે. તેઓ ખાસ કરીને લગ્નની સિઝનમાં ઘોડા ભાડે રાખે છે. ઘોડા માલિકોની ચિંતા વધી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગ્લેન્ડર નામની બિમારીના કારણે ઘોડાઓના જીવ જોખમમાં છે. પશુ ચિકિત્સકો દ્વારા લેવામાં આવેલા સેમ્પલના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર લાલ દરવાજા વિસ્તારમાંથી ઘોડાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
સુરતમાં ઘોડા પાળનારા પરિવારજનોના ટેસ્ટિંગ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલાવામાં આવ્યા છે ત્યારે એક જ માલિકતા 8 ઘોડામાંથી 6 પોઝિટિવ આવ્યા હતા તેમાંથી 6 ઘોડાને દયા મૃત્યુ આપવામાં આવી છે. સુરત કલેકટરે દિલ પર પથ્થર મૂકીને દયા મૃત્યુના આદેશ આપવામાં આવ્યો હતો. ઇન્જેક્શન આપીને ઘોડાઓને મારી નાખવામાં આવ્યા હતા. 6 ઘોડાના મોત બાદ અજાણી જગ્યા પર દફન કરી દેવામાં આવ્યા હતા.