એન્જિનિયર યુવકને મુક્ત કરાવવા સાંસદે ઉઠાવી જહેમત વિદેશ મંત્રાલયને કરી જાણ
ગુજરાતના વડોદરાના એન્જીનિયર સહીતના ૨૬ વ્યક્તિઓ છેલ્લા 90 દિવસથી દક્ષિણ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાયેલા છે આ યુવાન એન્જિનિયરને મુકત કરવા માટે સાંસદ રંજનબેન ભટ્ટે વિદેશ મંત્રાલયને પણ જાણ કરી છે. એન્જીનીયરની પત્નીએ સરકારને જલ્દીમાં જલ્દી જરૂરી પગલા લેવા માટે પત્ર લખીને વિનંતી કરી છે
આ સમગ્ર બાબતની વિગતો એવી છે કે અલકાપુરી વિસ્તારમાં ચીકુવાડીમાં સુવર્ણપુરી સોસાયટીમાં રહેતાં હર્ષવધન શૌચે ફેબ્રૂઆરી માસમાં ઇક્વિટેરીયલ ગિની ખાતે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. કંપની દ્વારા ઇક્વિટેરિયલ ગિનીએ દંડ પણ ભરી દીધો છે. ફસાયેલા 26 પૈકીના અનેક લોકો બીમાર પડી ગયા છે. એક એન્જિનિયરની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિદેશ મંત્રાલય અત્યાર સુધીમાં મદદ કરતું આવ્યું છે અને હજુ પણ મદદ કરશે તેવું આશ્વાસન આપ્યું હતું.
26 વ્યક્તિઓ સાથેના શિપને ઇક્વિટેરિયલ ગિની ખાતે રોકી દેવાયું છે
હર્ષવર્ધનના પત્ની સ્નેહા શૌચેએ પત્ર લખ્યો હતો તેમાં વિદેશ મંત્રાલયને જાણ કરી છે કે કંપનીએ વીસ લાખ ડોલર દંડ ભરી દીધો છે.જરૂરી પ્રોસીજર પતી ગયો છે છતાં 90 દિવસથી તેમનો છુટકારો થયો નથી અને નાઇજીરીયા હવે 26 જણાંનો કબજો લેવાનું હોવાથી અમારી ચિંતા વધી ગઈ છે અને તેમનો છુટકારો ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છીએ.