સાબરકાંઠા, હિતેશ રાવલ
કોરોનાકાળ દરમ્યાન શિક્ષણ સંપૂર્ણપણે ઓનલાઇન બન્યું છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ પોતાના વર્ગ્ખંડોને યાદ કરી રહ્યા છે, ઝુમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સમાં બધા બાળકો ઓનલાઇન શિક્ષણ થી થાક્યા છે. કોરોનાના નિયમ અને વિદ્યાર્થીઓના આરોગ્યને ઠેસ ના પહોંચે એ માટે હાલ ગુજરાતના તમામ ટ્યૂશન બંધ છે,
માત્ર અમુક સંખ્યાઓમાં જ વિદ્યાર્થીઓને હાજર રહેવાની છૂટ છે. જો આ કોરોના ના નિયમોનો ભંગ કરવામાં આવે તો તેના સામે ગુજરાત સરકાર કેસ સુધી કરી શકે છે. પોલીસને આ ઘટનાની જાણ થતા, ત્યાં જઈને ટ્યૂશન ક્લાસ બન્ધ કરાવ્યા હતા.
સાબરકાંઠાના ઇડરના દામોદર કોમ્પ્લેક્સ ખાતે આવેલ શિલાકૃત એકેડમી ટ્યૂશન 50 વધુ વિદ્યાર્થીઓને આ સમયમાં ટ્યુશન કરાવી રહ્યા હતા. ઈડરના દામોદર કોમ્પ્લેક્સમાં આવેલ ટ્યુશન કલસીસના આ મામલા અંગે ઇડર પોલીસે ફરિયાદ નોંધી છે અને ખાનગી ટ્યુશન ક્લાસિસના બે માલિકો ને આવા સમયે ટ્યૂશન શા માટે શરૂ રાખ્યા છે તેના પર પ્રશ્નો પૂછ્યા હતા. કોરોના ગાઇડકાઈનના ઉલ્લંઘન બાદલ ટ્યૂશન કલાસના માલિકો પર ઈડર પોલિસે ગુનો નોંધ્યો હતો.