ઉપલેટા, ભાયાવદર અને પાનેલીમાં ઘરમાં સુતેલા પાસ ક્ધવીનરોને ઉઠાવી લઈ કલમ ૧૪૪ હેઠળ ધરપકડ કરવામાં આવતા પાસ સમિતિમાં રોષ: ઘેરા પ્રત્યાઘાતો
પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને રાજયના ખેડુતોના દેવા માફ થાય તે માટે છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને પાટીદાર સમાજનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે ત્યારે તંત્રએ ૧૪૪મી કલમ લગાડી રાજયની પ્રજાને બાનમાં લેવાનો જે પ્રયાસ કર્યો છે તે મર્યાદામાં રહી કરે નહિતર તો પરીણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી ધારાસભ્ય લલીત વસોયાએ ઉચ્ચારી છે.
આ અંગે ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર પાસના પૂર્વ ક્ધવીનર લલીત વસોયાએ જણાવેલ કે પાટીદાર સમાજના માટે છેલ્લા ત્રણ વર્ષ થયા સમાજના યુવાનો, ભાઈ-બહેનો અનામતની માંગને લઈ શાંતીપૂર્ણ આંદોલન કરી રહ્યા છે પણ ભાજપની તાનાશાહી સરકાર આમા કોઈ જવાબ નહીં આપતા આખરે છેલ્લા ચાર દિવસથી પાટીદાર સમાજનો હિરો હાર્દિક પટેલ વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ પર ઉતરી રાજય સરકાર પાસે રાજયના પાટીદાર સમાજને અનામત આપો અને રાજયના ખેડુતોના દેવા માફ કરોના મુદ્દે અમદાવાદ પોતાના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ પર ઉતરી જતા તેને પાટીદાર સમાજનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે આને કારણે રાજયની ભાજપ સરકારની પગ નીચે રેલો આવતા રાજયની ભાજપ સરકારે પોતાની સતાનો દુર ઉપયોગ કરી ઠેર-ઠેર ૧૪૪ની કલમ લગાડી રાજયના પ્રજાને બાન લેવાનો જે પ્રયાસ કરેલ છે તેની ઝાટકણી કાઢેલ છે.
ધારાસભ્ય લલીત વસોયાએ વધુમાં જણાવેલ કે ગઈકાલે રાજયની ભાજપના સરકારના ઈશારે અધિકારીઓ દ્વારા ૧૪૪ની કલમના ખુલ્લે આમ દુર ઉપયોગ કરી પાટીદાર સમાજને ભયભીત કરવાનો પ્રયાસ કરવા રાજકોટ જીલ્લા પાસના સહ ક્ધવીનર તપન જીવાણી અને તાલુકા પાસ ક્ધવીનર જતીન ભાલોડિયાને મોડીરાત્રે પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા હતા. વધુમાં અધિકારીઓને આટલેથી સંતોષ ન હોય તેમ માત્ર રાજય સરકારના ઈશારે જીલ્લા પાસના મહિલા ક્ધવીનર રેખા શિણોજીયા, તાલુકા પાસ ક્ધવીનર શિતલ બરોચીયા પોતાની ઘરે વહેલી સવારે ઉઠીને છોકરાઓને સ્કુલે મુકવા તૈયાર કરી રહ્યા હતા ત્યારે બંને બહેનોને ઘરેથી અટકાયત કરી ચારેય અટકાયતીઓને જેતપુર પોલીસ મથકે લઈ જઈ ત્યાં આખો દિવસ બેસાડી રાખી સાંજે મામલતદાર સમક્ષ હાજર કરતા મામલતદારે જેલ હવાલે કરવાનો હુકમ કરતા સામાન્ય મામુલી ૧૪૪ની કલમ હેઠળ પાસના બંને ક્ધવીનરો ઉપલેટાની લોકઅપમાં ધકેલી દેવામાં આવેલ હતા.
લોકઅપમાં પણ આતંકવાદી જેવો વ્યવહાર કરી કોઈને મળવા નહીં સહિતનો પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ હતો ત્યારે ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે કોઈપણ સમાજનો પોતાના પરીવાર સાથે ઘરે સુતો હોય અને ત્યાં જો ૧૪૪ની કલમ લગાડી તેને ઉઠાવી લેવાના હોય તો અધિકારીઓ પણ તેની મર્યાદામાં રહી કામગીરી કરે નહીંતર તેઓ પરીણામ ભોગવવા તૈયાર રહેવું પડશે જો આવનારા દિવસોમાં આવી રીતે પગલા લેવાનું બંધ નહીં કરવામાં આવે પાટીદાર સમાજ રોડ ઉપર આવી જશે અને જોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે.
પુત્રને સ્કુલ માટે તૈયાર કરી રહેલા શિતલ બરોચીયાની વિના વાંકે અટકાયત
ઉપલેટામાં ૧૪૪મી કલમનો અતિરેક કરી તાલુકા પાસના મહીલા કન્વીનર શિતલ બરોચીયાની ઘેરે જઇ તેની વહેલી સવારે અટકાયત કરતા શિતલ બરોચીયાના ૧૦ વર્ષના પુત્ર સ્કુલે જવા માટે તૈયાર થઇ રહ્યો હતો ત્યારે તેમના મમ્મીની ધરપકડથી વાતની પુત્ર ડરી ગયો હતો આ વાતની પાટીદાર સમાજના આગેવાનોને થતાં પોલીસ મથકે દોડી ગયા હતા અને મહિલાને વિના વાંકે ૧૪૪ કલમ નહિ લગાડવા વિનંતી કરેલ પણ અધિકારીઓએ પોતાની સત્તાની ભાન ભૂલી આખો દિવસ તેઓને પોલીસ મથકે ગોંધી રાખ્યા હતા.