અબતક, રાજકોટ
અમરેલી જીલ્લાના લાઠી ખાતે ગઇકાલે યોજાયેલા ભાજપના કાર્યકરોના સ્નેહમિલનમાં ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે એવો હુંકાર કર્યો હતો કે અધિકારીઓએ તમામ ધારાસભ્યોના મોબાઇલ નંબર પોતાના મોબાઇલમાં સેવ કરવા પડશે અને ધારાસભ્યો ફોન કરે ત્યારે તમામના ફોન ઉપાડવા જ પડશે. તેઓએ ભાજપના કાર્યકરોને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોચાડવા અને સંગઠનનું કામ કરવા તાકીદ કરી હતી.
લાઠી ખાતે ભવ્ય નૂતનવર્ષ સ્નેહ મિલનનું આયોજન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ એ સમગ્ર દેશ ને વિકાસ નું ઘેલું લગાડ્યું છે કેન્દ્રમાં છેલ્લા ત્રીસ વર્ષના સમયગાળા માં ટલ્લે ચડેલા કામો નરેન્દ્રભાઈ ની સરકારે પૂર્ણ કર્યા છે. લોકો મોદીને જોઈ ને મતદાન કરે છે એટલે કાર્યતાઓએ પણ પોતાની પણ ભુલ ના થાય તેની કાળજી લેવી જોઈએ નોકરી કરતા પતિ પત્ની ને એક જગ્યાએ રાખવાનો નિર્યય આ રાજ્ય સરકારે કર્યો છે
મંદિર પાસે ના ભિક્ષુકો ને માન સન્માન સાથે સેલ્ટર હોમમાં રાખવાનું કામ પણ રાજ્ય સરકારે કર્યું છે. અધિકારીઓ એ તમામ ધારાસભ્યોને મોબાઈલ નંબર સેવ કરવા પડશે અને તમામ ના ફોન ઉપાડવો જ પડશે.
પેજ કમિટીના સભ્યો સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે તે દિશામાં સંગઠનનું કામ કરે: પ્રદેશ પ્રમુખ
મોદી સરકારે 440 જેટલી યોજનાઓ જાહેર કરી છે તેને મોબાઇલ એપના માધ્યમ જરૂરિયાતમંદ માણસો સરળતા થી લાભ લઇ શકે તે માટે અમે મોબાઈલ એપ લોન્ચ કરી છે મહિલાઓના સન્માન માટે મોદી સાહેબે “શુક્ધયા સમૃદ્ધિ યોજના” જાહેર કરી છે પેઈજ કમિટીના સભ્યોને કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાનો લાભ મળે તે દિશામાં સંગઠન ના લોકો કામ કરે મારી રજત તુલા માં આવેલ રજતને હું દીકરીઓના સેવાના કામ કરવા માટે અર્પણ કરૂ છું.
આ તકે મંત્રી આર.સી. મકવાણા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ભરતભાઇ બધરા, સાંસદ નારણભાઇ કાછડીયા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ જનકભાઇ બગદાણાવાળા, પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઇ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, સંગઠન પ્રભારી, સુરેશભાઇ ગોધાણી, ધારાસભ્ય જે.વી. કાકડીયા, કાંતિભાઇ બલર, કેતનભાઇ ઇનામદાર, અમરેલી જીલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.
સી.આર. પાટીલે આડકતરી રીતે અધિકારી રાજ નહી ચલાવી લેવાની ટકોર કરી છે. અધિકારીઓએ કોઇ એક પક્ષના નહી પરંતુ તમામ પક્ષના ધારાસભ્યોના મોબાઇલ નંબર પોતાના મોબાઇલમાં સેવ કરી તમામ ધારાસભ્યોના ફોન ફરજીયાત ઉપડવા પડશે તેવી કડક તાકીદ કરી છે.