શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તેમજ રેંકડી રાખી ધંધો કરતા નાના ધંધાદારીઓને રોજીરોટી પણ મળી રહે તેવા શુભ આશયી શહરેમાં જુદા જુદા વિસ્તારમાં વોકર્સ ઝોન બનાવવામાં આવેલ અને હજુ પણ જે જે વિસ્તારમાં વોકર્સ ઝોન બની શકે તેવા વિસ્તારોમાં વોકર્સ ઝોન બનાવવાનું આયોજન કરેલ છે. જેના અનુસંધાને ચંદ્રેશનગર રોડ પર ધર્ંધાીઓને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. જેથી આ વિસ્તારમાં વોકર્સ ઝોન બનાવવા અંગે ચંદ્રેશનગર પાણીના ટાંકા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીના પ્લોટની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, હાઉસિંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, નીતિનભાઈ રામાણી વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા. આ પ્લોટ ક્યાં હેતુ માટેનો છે, આ પ્લોટમાં કેટલા રેંકડીવાળાઓ ઉભા રહી શકે એમ છે, વિગેરે વ્યવસ્તિ પ્લાનીંગ કરવા સંબધક અધિકારીને સુચના આપેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.