રાજકોટ મહાનગરપાલિકા મહાત્મા ગાંધી વિદ્યાલયમાં(આલ્ફેડ હાઇસ્કૂલ)માં  ચાલી રહેલ મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ…..

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂ. મહાત્મા ગાંધીજીએ જ્યાં અભ્યાસ કાર્યો છે, તેવી મહાત્મા ગાંધી વિદ્યાલય (આલ્ફેડ હાઈસ્કુલ)માં રૂ.૧૫.૮૫ કરોડના ખર્ચે મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રની કામગીરી ચાલુ છે. જેની સ્થળ મુલાકાત લેતા, આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ અને પુર્વ મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય, મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રા, તેમજ કામગીરી કરી રહેલ જુદી-જુદી એજન્સીના પ્રતિનીધીઓ ઉપસ્થિત રહેલ.

આ અનુભૂતિ કેન્દ્રમાં પૂ. મહાત્મા ગાંધીજીના જીવન ઝરમર પર અદ્યતન કેન્દ્ર બનશે. અનુભૂતિ કેન્દ્રમાં કુલ ૩૮ રૂમ છે, અને ૨ હોલ છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ ૨ પાર્ટમાં કામગીરી કરવામાં આવી રહેલ છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ગાંધીજીના જીવન પરના તેમજ સ્વતંત્રતા સુધી આવરી લેવામાં આવશે. ફર્સ્ટ ફ્લોર પર પૂ. મહાત્મા ગાંધીજીના જીવનના જુદા-જુદા સુત્રોને આવરી લેવામાં આવશે. ઉપરાંત અદ્યતન લાઈટીંગ અને સાઉન્ડ શો પણ કરવામાં આવનાર છે. જેમાં ગાંધીજીના જીવન વિશે સાઉન્ડ શોમાં બતાવવામાં આવશે.

મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રની સાથે-સાથે સોવિનિયર શોપ, વર્કશોપ, લાઇબ્રેરી તેમજ સાત્વિક ભોજન મળી રહે તે માટે ફૂડ કોટ, વી.વી.આઈ.પી ઓફીસ, અદ્યતન પાર્કીંગ, ટીકીટ બારી, સ્ટોરરૂમ વિગેરે સુવિધા સાથે બનશે. અનુભૂતિ કેન્દ્રનું એજન્સી દ્વારા ૫ વર્ષ સુધી મેઇન્ટેનન્સ અને ઓપરેશન કરવામાં આવશે. અનુભૂતિ કેન્દ્રની ચાલી રહેલ કામગીરી અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવેલ, તેમજ નાના-મોટા સુધાર-વધારા કરવા જણાવેલ. ઉપરાંત આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવા પદાધિકારીઓએ સુચના આપેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.