ગીર સોમનાથ: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો નવો અધ્યાય રચાયો છે. ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી આજ સુધીના વણથંભ્યા વિકાસના આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-2024ની તા. 07 થી તા. 15 દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે.
ત્યારે આ ઉજવણીના ભાગરુપે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ અધિકારીઓ અને કર્મયોગીએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લઈને વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપવા નિશ્ચય કરતી પ્રતિજ્ઞા લીધી હતી.
આ સાથે અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ પણ જાહેર જનતા મેળવી શકશે.