અગાઉ પણ પ્લાયવુડની ફેકટરીમાં સત્તાધીશોની બેદરકારીના લીધે અનેક લોકોના જીવ લેવાયા છે.
ધ્રાગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર આવેલી “રુષિલ” પ્લાયવુડની ફેક્ટરીમા ચારેક દિવસ પહેલા નવલગઢ ગામના ૫૦ વષીઁય કાન્તાબેન લાલજીભાઇ સાગઠીયા નામના આધેડ મહિલાનુ મોત નિપજ્યુ હતુ. રાત્રીના સમયે આ મહિલાને સત્તાધીશો દ્વારા અપાયેલ આદેશથી ફેક્ટરીના ચાલુ મશીનરીની ખુબજ નજીક જતા મહિલાના શરીરનુ અંગ આ ચાલુ મશીનરીમા અટવાઇ ગયુ હતુ જેથી મહિલા મશીનરીમા આવી જતા ઘટનાસ્થળે જ મહિલાનુ કમકમાટી ભયુઁ મોત નિપજ્યુ હતુ.
અગાઉ પણ રુષિલ પ્લાયવુડની ફેક્ટરીમા સત્તાધીશોની બેદરકારીના લીધે અનેક લોકોના જીવ લેવાયા છે પરંતુ ક્યારેય આ પ્લાયવુડની ફેક્ટરી પર કાયદેસર કાયઁવાહી હાથ ધરાઇ નથી. પ્લાડવુડના કારખાનાના સત્તાધીશો દ્વારા દર વખતે રુપિયાના જોરે આ મામલો દબાઇ દાવામા આવે છે. ખરેખર આ કારખાનામા દરેક કામ કરતા મજુરોને સેફ્ટી પોશાક આપવો જોઇએ તથા મજુરોના વિમો પણ હોવો જરુરી છે
જે સરકારી નિયમોને નેવે મુકી આ કંપનીના સત્તાધીશો પોતાની ખાનગી કંપનીમા ખાનગી નિયમો ચલાવે છે. નિયમોના ઉલ્લંઘનથી અગાઉ પણ કેટલાક જીવ લેવાયા છે અને હજુ પણ કેટલા જીવ લેવાશે તેનુ નક્કી નથી પરંતુ હાલ બનેલા બનાવમા ૫૦ વષીઁય આઘેડ મહિલાના મોતના પ્રકરણને રફાદફા કરવા માટે પ્લાયવુડ ફેક્ટરીના સત્તાધીશો દ્વારા ખુબ ધમપછાડા કયાઁ હતા.
જેમા આધેડ મહિલાના મોતના ૨૪ કલાક સુધી તો મામલાને દબાવવામા સફળ રહ્યા પરંતુ પ્રિન્ટ મિડીયામા પ્રસીધ્ધ થયેલા અહેવાલોને લઇને આખરે પોલીસે એક્સીડેન્ટલ મોત પોલીસ ચોપડે દાખલ કરી ફેક્ટરીના સત્તાધીશો દ્વારા મૃત્યુ પામેલ આધેડ મહિલાના પરીવારજનોને રુપિયા આપી તમામ મામલો દબાવી દેવામા સફળ રહ્યા.
આ તરફ મહિલાનુ મોત પ્લાયવુડની ફેક્ટરીમા થયુ હતુ છતા પણ કોઇ પોલીસ તપાસ વગર ફેક્ટરીના સત્તાધીશોની બેદરકારી હોવા છતા કાયઁવાહી કરાઇ નથી. ત્યારે તમામ સરકારી નિયમોને નેવે મુકી ચલાવતી આ કંપનીમા આજ રીતે ચાલશે તો અગામી સમયમા હજુ આ કંપની કેટલા મજુરોને ભરખી જશે તેનો આકડો આપવો મુશ્કેલ કહી શકાય.