એક તરફ દેશ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમિક સુધી પહોંચવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. જેના માટે દરેક સરકારી વિભાગો તનતોડ મેહનત કરી રહ્યા છે. પરંતુ સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પગારમાં વધારો અને પદ ઉન્નતિ થવી જોઈએ તે થઈ નથી અને પરિણામે રાજ્યના જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા એક સપ્તાહની હડતાલ પર ઉતરી ગયા છે.
સમગ્ર રાજ્યની 103 ઓફિસના અધિકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન
સમગ્ર દેશમાં ગુજરાતના સ્ટેટ જીએસટી અધિકારીઓ દ્વારા બોગસ બિલિંગ પકડવા, ઇ-વે બિલ ચકાસણી સહિતની તમામ કાર્યવાહીમાં ટોચના ક્રમે હોવા છતા અન્ય કેડર માંથી અધિકારીઓને ડેપ્યુટેશન પર લાવવામાં આવી રહ્યા હોવાની બાબતે સ્ટેટ જીએસટીના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા મંગળવારે વિરોધ પ્રદર્શન યોજવામા આવ્યુ હતુ. સ્ટેટ જીએસટીના અધિકારીઓ, કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ પણ આવી રહ્યા નથી અને ડેપ્યુટેશનમાં અન્ય વિભાગમાંથી અધિકારીઓને મુકવામાં આવતા ખાતાના અધિકારીની જગ્યા પર બઢતી મળતી નથી કે જગ્યા પણ વધારવામાં આવતી નથી.
ખુબ જ જુનિયર અધિકારીને સ્ટેટ જીએસટીના અનુભવી અધિકારીના ઉપરી અધિકારી બનાવી મુકવામાં આવતા હોવાથી વિભાગના તમામ કેડરમાં અધિકારીઓ, કર્મચારીઓમાં નારાજગી ફેલાઇ છે. ઉપરોક્ત બાબતે વારંવારની રજૂઆતો છતા સરકાર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા કાળીપટ્ટી ધારણ કરી રામધૂન કરી બપોરે ભોજન અવકાશ દરમિયાન વિરોધ કરવામાં આવ્યો હતો અને પડતર પ્રશ્નો ઉકેલવાની પુન: માંગણી કરવામાં આવી હતી.
નાણા વિભાગે વિવિધ વિકાસલક્ષી અને બિન-વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે આપવામાં આવેલી લોનની વસૂલાત માટે નિર્દેશો જારી કર્યા છે કારણ કે રાજ્યની ગેરંટી યોજનાઓ તિજોરી પર વાર્ષિક રૂ. 52,000 કરોડનો બોજ સાબિત કરે છે. 2 નવેમ્બર સુધીની આવકની આવકના અંદાજો દર્શાવે છે કે વિવિધ સંસ્થાઓને બાકી દેવું વધી રહ્યું છે જ્યારે ચુકવણી સ્થિર રહે છે.