ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ ફાઉન્ડેશને આજે હડતાલ પાડી છે. પડતર માંગણીઓ નહિ સંતોષાતા હડતાલ જાહેર કરી હોય જેથી આજે લાખો રૂપીયાનો બેંકીંગ વ્યવહાર ઠપ્પ થયો છે. જો કે ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશને ટેકો જાહેર નહિ કરતા ઘણી બેંકો આજે ચાલુ રહેવા પામી હતી.
૨૦૧૮ના અંતિમ દિવસોમાં પણ બેંક અધિકારીઓની પડતર માંગણીઓ તથા પ્રશ્ર્નો નહિ ઉકેલાતા સૌરાષ્ટ્રભરની રાષ્ટ્રીયકૃતા બેંકોએ આજે હડતાલ પાડી હતી જેથી બેંકીંગ વ્યવહારો ખોરવાયા હતા. હડતાલ દરમ્યાન માત્ર બંધ જ પડાયુંહતુ કોઈ ઉગ્ર દેખાવો કે સુત્રોચ્ચારો કરવામાં આવ્યા ન હતા.
આગામી તા.૨૬ને બુધવારના રોજ બેંક કર્મચારી યુનિયન દ્વારા દેશ વ્યાપી હડતાલ જાહેર કરવામાં આવી છે. બેંકોનું મર્જર કરવાનાં વિરોધમાં બુધવારે પાડવામાં આવનાર બંધના પગલે રાજકોટમાં ઉગ્ર દેખાવો-સુત્રોચ્ચારો જેવા કાર્યક્રમો કરાઈ તેવી શકયતા છે.