તાજેતરમાં રાજકોટ ખાતે રમાઈ ગયેલ રણજી ટ્રોફી ફાઈનલમાં બંગાળને હરાવી ચેમ્પિયન થવા બદલ સૌરાષ્ટ્રની ટીમને રાજકોટ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી તથા શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર એ અભિનંદન પાઠવેલ છે અને જણાવેલ છે કે ૧૯૩૪ થી શરૂ થયેલ રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર કેપ્ટન જયદેવ ઉનડકટની રાહબરી હેઠળ ચેમ્પિયન થયું છે.
ભારતભરના લગભગ ૧૮ રાજ્યોની ૩૮ ટીમો વચ્ચે રમાયેલ આ ફસ્ટક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઈનલમાં બંગાળને હરાવ્યું છે. સૌરાષ્ટ્ર ના ક્રિકેટરોએ ઈતિહાસને તાજો કાર્યો છે. આ અગાઉ ૮૩ વર્ષ પહેલા નવાનગર તરીકે ઓળખાતી સૌરાષ્ટ્રની ટીમે તે વખતે પણ બંગાળની ટીમને હરાવી ટ્રોફી હાંસલ કરી હતી. સને ૧૯૫૦માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસન બન્યા પછી પ્રથમ વખત સૌરાષ્ટ્ર ની ટીમ ચેમ્પિયન થઇ છે ત્યારે ભવિષ્યમમાં પણ અનેક શિખરો સર કરી સફળતા પ્રાપ્ત કરે અને સૌરાષ્ટ્રનું નામ ક્રિકેટની રમતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધને વધુ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી છે.