રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૧લીમે થી સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ લોક ભાગીદારીથી તળાવોને ઊંડા કરવા માટેની કામગીરી શુભારંભ કરવામાં આવેલ છે, આ અભિયાન હેઠળ રૈયા વિસ્તારમાં સ્માર્ટસિટી મિશન એરિયામાં રેસકોર્સ-૨ ને લાગુ તળાવનું નવીનીકરણ તથા જળસંગ્રહમાં વધારો થાય તે માટે તળાવને ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ તા.૦૫/૦૫/૨૦૧૮ના રોજ માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ.

તા.૧૪/૦૫/૨૦૧૮ના રોજ રેસકોર્સ-૨ ને લાગુ તળાવની ચાલી રહેલ કામગીરી સ્થળ મુલાકાત લેતા રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપના પુર્વપ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપના કાર્યકારી પ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, ડેપ્યુટી કમિશનર જાડેજા, સિટી એન્જીનીયર ચિરાગભાઈ પંડયા, ડેપ્યુટી એન્જીનિયર ડોઢિયા શ્રી વાસ્તવ, છૈયા ગામિત વિગેરે ઉપસ્થિત રહેલ.

આ તળાવમાં સરેરાશ ૪૬ જે.સી.બી., ૭૬ ટ્રેક્ટર, ૧૭ ડમ્પર તથા ૨ હીટાચી, વિગેરે મશીનરી દ્વારા કામગીરી ચાલી રહેલ, અત્યાર સુધીમાં ૨૯૪૫૮૮૦ ઘન ફૂટ કામગીરી થયેલ છે. રાજય સરકારના આ અભિયાન ખરા અર્થમાં સાર્થક થાય અને આગામી દિવસોમાં જળસંગ્રહમાં વધારો થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ જળસંચય અભિયાનની કામગીરીનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે.

આ સ્થળ મુલાકાત વખતે અંજલીબેન રૂપાણીએ અધિકારી પાસેથી વિસ્તૃત અને જીણવટ ભરેલી માહિતી મેળવેલ અને ચર્ચા કરેલ તેમજ જરૂરી સૂચનો કરેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.