કોઈ પણ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવતા એવા યુવાધનના પણ અબતકે મતદાન અંગેના મંતવ્યો લીધા
વર્ષ 2022ની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વે યુવાનો જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવા આશયથી જનજાગૃતિ અર્થે અબતક દ્વારા “મારો મત, મારૂ ભવિષ્ય” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ જોડાઇને મતદારો જોગ પોતાના મંતવ્યો આપ્યા છે. આ સાથે અબતકે આ અભિયાન હેઠળ યુવાનોના પણ મંતવ્યો લીધા છે.
રાજ્યમાં નવી સરકારની રચના બાદ આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જે હવે નજીક આવતા ચૂંટણી પંચે તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તા. 1/1/2022 ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે.
નવેમ્બર મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકશે. તા.05/01/2022 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે.
નવેમ્બર મહિનો જે યુવાનોનું નામ મતદારયાદીમાં સામેલ નથી. તેવા યુવાનો માટે ખાસ છે. એટલે તંત્ર દ્વારા પુરજોશમાં જનજાગૃતિ ચલાવવામાં આવી છે. આ સાથે અબતક દ્વારા પણ “મારો મત, મારૂ ભવિષ્ય” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને મતદારયાદીમાં નામ ઉમેરવા માટે પ્રેરવા તેમજ અવશ્યપણે મતદાન કરવા અને સમજી વિચારીને સમાજના ભાવિને ઉજળું બનાવે તેવા ઉમેદવારની પસંદગી કરીને મત આપવા અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અબતકના “મારો મત, મારૂ ભવિષ્ય” અભિયાનમાં જિલ્લા ક્લેકટર અરુણ મહેશ બાબુ, અધિક જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મેયર પ્રદીપ દવ, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહિલ તથા વીરેન્દ્ર દેસાઈ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ જોડાયા છે. તેઓએ અબતકના માધ્યમથી પોતાના મંતવ્યો જાહેર કરવાની સાથે મતદાન અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.
મારો મત મારુ ભવિષ્ય મુહિમને કલેક્ટર: અરુણ મહેશ બાબુનું સમર્થન
આવનારા દિવસોમાં ચૂંટણીનો માહોલ જોવા મળશે ત્યારે જે મત આપવાનો અધિકાર પ્રજાને મળ્યો છે તેનો પ્રજા એ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા મતદારો જે છે ખાસ કરીને 18 વર્ષ ની ઉંમરના યુવાનો જે મતદારયાદી માં નામ જોડવા જઈ રહ્યા છે આ તમામ મિત્રોને મારી અપીલ છે. તેઓ સૌપ્રથમ પોતાના ચુંટણીકાર્ડ કઢાવવા ની પ્રક્રિયા શરૂ કરીદે સરકાર દ્વારા વોટર હેલ્પલાઇન એપ શરૂ કરવામાં આવી છે.
જેમાં તમે તમારી વિગતો ભરી અને વહેલી તકે ચૂંટણી કાર્ડ મેળવી શકો તેવી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવ્યું છે. મતદારયાદીમાં હાલ ચૂંટણી કાર્ડ માં સુધારા વધારા ની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
મતદાન માટે મત અધિકારની આ પહેલ 2021ના ઓક્ટોબર નવેમ્બર મહિનામાં પહેલી પહેલ શરૂ કરી રહ્યા છીએ ત્યારે અબતક મીડિયા દ્વારા પણ મારો મત મારુ ભવિષ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે ખુબ સરાહનીય છે ત્યારે આ આ અભિયાન થકી હું વધુ ને વધુ યુવાનો ને મતદાર યાદીમાં પોતાને મતદાર બનવાની સુવર્ણ તકને સાપડીલે તે માટેની નોંધણી કરાવે તે અપીલ કરું છું. તેમજ મતદાનના દિવસે કોઈ પણ મતદાર ઘરે ના રહે અને પોતાના નજીકના મતદાન મથકે જય મતદાન કરે તેવી વિનંતી કરું છું
દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશનું મતદાર હોવું એ પણ એક ગર્વ છે: સિટી-2 પ્રાંત અધિકારી, ચરણસિંહ ગોહિલ
દુનિયાના સૌથી મોટા લોકસાહિ એવા ભારત દેશના મતદાર હોવું એ પણ એક ગર્વ છે.ત્યારે અબતક મીડિયા દ્વારા મારો મત મારુ ભવિષ્ય મુહિમ ચલાવામાં આવી રહી છે તેને પણ પ્રતિસાદ આપવા માટે યુવા મતદારો મહત્તમ મતદારયાદી માં નામ નોંધાવે અને દેશ ના જાગૃત વોટર બને એના માટે આગામી દિવસો માં જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ચૂંટણી પંચ ના આદેશ થી આગામી ચાર દિવસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચલાવામાં આવશે ત્યારે અમારી આપ સૌવ ને વિનંતી છે અબતક મીડિયા અને જિલ્લા વહીવટ તંત્ર ના પ્રયાસ થી વધુ ને વધુ મતદારો મતદારયાદી માં પોતાનું નામ નોંધાવે અને આગામી સમય માં એક મજબૂત લોકસાહિ ના નિર્માણ માટે આપણે સૌવ જવાદર બન્યે
લોકશાહીના પર્વ ચુંટણીમાં લોકોએ અચુક મતદાન કરવું જોઈએ: અધિક નિવાસી કલેક્ટર કેતન ઠક્કર
ભારતના ચૂંટણીપંચ દ્વારા હાલ મતદારયાદીના સુધારણા કાર્યક્રમ ચાલુ છે. મતદારયાદીમાં જેણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરેલ છે તે ઉમેદવારોના નામ ઉમેરવાનો, જેમના નામ મતદારયાદીમાં છે તેના નામ સુધારણા કરવાનો તેમજ મતદારયાદીમાંથી નામ કમી કરવાનો સુધારા કાર્યક્રમ ચાલુ થવાનો છે. રાજકોટ જિલ્લાના તમામ નાગરિકો કે જેઓ મતદાન કરી રહ્યાં છે તેઓ મતદાન મથક ઉપર નામ નોંધણી કરવા માટે તેમજ જેમણે 18 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે તેમને મતદાનયાદીમાં નામ દાખલ કરવાનો જે અત્યારે ભારતના ચુંટણીપંચ દ્વારા ઝુંબેશ ચાલુ છે તેનો લાભ લેવા માટે હું તેઓને અનુરોધ કરૂં છું.
‘અબતક’ દ્વારા મારો મત મારૂં ભવિષ્ય જે મૂહિમ ચલાવવામાં આવી રહ્યું છે તેને હું બિરદાવું છું. આ કાર્યક્રમનો તમામ નાગરિકો મહત્તમ લાભ લે તેમજ આગામી દિવસોમાં લોકશાહીના પર્વ તરીકે ચુંટણીની પ્રક્રિયાઓ અમલમાં આવે ત્યારે તેમના મતનો યોગ્ય ઉપયોગ કરે તેવી હું અપીલ કરૂં છું.
લોકશાહીમાં મતદાન કરવું અત્યંત જરૂરી: મેયર ડો.પ્રદીપ ડવ
અબતક દ્વારા શરૂ કરવામાં આવી મારો મત મારુ ભવિષ્ય મુહિમ ને હું શુભેચ્છા પાઠવું છું.આવતા દિવસો માં જે વ્યક્તિ ને પોતાનું મતદારયાદી માં નામ નોંધણી કરવી છે તે આવનારા ચાર રવિવાર તેઓ પોતાના મતદાન મથક ખાતે નામ નોંધણી કરવી શકશે . આજે લોકશાહી માં મતદાન કરવું જરૂરી છે.
પોતાના મતદાન દ્વારા કઈ સરકાર ને સતા સોંપવી રાષ્ટ્ર માં કઈ વ્યક્તિ પોતાનું નેતૃત્વ કરી શકે એ માટે પોતાનું મતદાન એજ આપણી મૂળી છે.ત્યારે મતદાન કરવાં માટે લોકો એ મતદાન કરવું જરૂરી છે.ત્યારે આગામી દિવસો માં મતદારયાદી ની જે ઝૂંબેશ શરૂ થશે તેમાં નવા મદરાઓ પોતાનું નામ નોંધણી કરાવે તેવી મારી નર્મ અપીલ છે.
મતદાર પોતાના મતનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબૂત બનાવે: પ્રાંત અધિકારી ગ્રામ્ય, વીરેન્દ્ર દેસાઈ
અબતક દ્વારા મારો મત મારુ ભવિષ્ય મુહિમ શુરૂ કરવામાં આવી છે. તેના ભાગ રૂપે હું આપ સૌવ ને અપીલ કરું છું સરકાર દ્વારા મતદાર જાગૃતિ અને મતદાર ને નોંધવા માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે તેમાં ચાર દિવસ તારીખ 14,21,27 અને 28 આ ચાર દિવસ ના રોજ બીએલઓ આપના મતદાન મથક પર હાજર રહેશે ત્યાં આપ નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકશો હું સૌવ યુવાનો ને અપીલ કરું છું આપ વોટર તરીકે રજિસ્ટર થાવ અને આપના મત નો ઉપયોગ કરી લોકસાહિ ને મજબૂત કરો મારી એ પણ અપીલ છે એક પણ યુવાન કે મતદાર આ યાદી માં નામ નોંધણી કરવામાં બાકી ન રહે એ રીતે નામ ની નોંધણી કરે