શહેરના લોકોની વાંચનભુખ સંતોષવા તથા શાળા, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના વિષય સંબંધિત વધારાની માહિતી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ અદ્યતન લાઇબ્રેરીઓ બનાવવામાં આવેલ છે. તે સુવિધામાં વધારો કરવા માટે શહેરના વોર્ડ નં.૦૯માં પેરેડાઈઝ હોલ સામે અદ્યતન લાઈબ્રેરી તૈયાર કરવામાં આવેલ છે. સાથોસાથ નબળા વર્ગના લોકો માટે ભારત નગરમાં પણ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ લાઇબ્રેરીનું તથા ભારતનગર ટાઉનશીપનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવનાર છે. જે અંગેની તૈયારીને આખરી ઓપ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આજરોજ સંબંધિત સ્થળોની મુલાકાત લીધી હતી.
આ સ્થળ મુલાકાતમાં મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, પૂર્વ સ્ટેન્ડિંગ ચરમેન પુષ્કરભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ ચેરમેન રૂપાબેન શીલુ, કાયદો અને નિયમો સમિતિ ચેરમેન શિલ્પાબેન જાવિયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, મહામંત્રી આશિષભાઈ ભટ્ટ, કમલેશભાઈ શર્મા, પ્રમુખ પ્રવીણભાઈ પાઘડાર, ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર, ડે. કમિશનર ડી. જે. જાડેજા, ચેતન ગણાત્રા તથા સી. કે. નંદાણી, સિટી એન્જીનિયર અલ્પના મિત્રા, એચ યુ. દોઢિયા, સી. એમ. પંડ્યા, આસી. મેનેજર અમિત ચોલેરા, સુરક્ષા અધિકારી આર. બી. ઝાલા વિગેરે ઉપસ્થિત રહેલ તેમજ ચાલી રહેલ કામગીરી પ્રત્યક્ષ નિહાળી કામગીરી સંબધિત જાણકારી માહિતી મેળવેલ અને સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.