સિંગલ વિન્ડો કિલયરન્સ એકટમાં અરજીઓના નિકાલમાં વિલંબ માટે દંડની જોગવાઇ

ઉઘોગોને શ‚ કરવા સહીતના તબકકે વિવિધ કામોમાં અલગ અલગ વિભાગોમાં દોડધામ થતી હતી. આ કામગીરીને સરળ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ એકટ લાદવા કમર કસવામાં આવીછે. ગુજરાતમાં ઉઘોગોનો વિકાસ થાય અને તેના દ્વારા રાજયની આર્થિક સ્થિતિ સુધરે તે દિશામાં ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક નિર્ણયો કરી રહી છે.

સિંગલ વિન્ડો કિલયરન્સ એકટમાં ઉઘોગોને કિલયરન્સ આપવામાં ઠાગાઠૈયા કરતા અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા અને સાનુકુળ વાતાવરણ ઉભુ કરવા માટે સિંગલ વીન્ો કિલયરન્સ એકટ લાગુ કરવાની તૈયારી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. અગાઉ સર્ટીફીકેટ મેળવવા, નવો ઉઘોગ સ્થાપવા માટે જરુરી મંજુરી પત્રકો વગેરે માટે એક અથવા બીજી રીતે કામગીરીમાં વિલંબ થતો હતો.

સિંગલ વિન્ડો કીલયરન્સ પઘ્ધીથી પરિસ્થિતિમાં સુધારો આવશે અને રોકાણકારો ગુજરાતના ઉઘોગો સ્થાપવા માટે આકર્ષીત થશે. આર્થીક બાબતોએ ગુજરાતને મોખરાનું સ્થાન અપાવવા માટે સરકાર દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતના દરીયા કિનારાના વિસ્તારોના વિકાસનો પણ સમાવેશ થાય  છે. હવે નવા ઉઘોગોને લગતી કાર્યવાહી પણ સરળ કરવામાં આવતા તેની સીધી અસર ગુજરાતના આર્થિક વિકાસમાં જોવા મળશે. ઉઘોગોને કિલયરન્સ આપવામાં ઠાગાઠૈયા બદલ દંડ બાબતે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, ઉઘોગકારોની અરજીઓનો સમયસર નિકાલ ન કરવા માટે પ્રથમ વખત દંડની જોગવાઇ કરવામાં આવી છે.આ નિયમ પ્રમાણે અધિકારીઓને ૫૦૦૦ થી ૨૫૦૦૦ સુધીનો દંડ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.