વિવિધ કાર્યક્રમો થકી ૧૩મી ડીસેમ્બર સુધી સંવિધાન દિવસની ઉજવણી કરાશે
ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા યુવા અધિકારી સચિન પાલ દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષે ૨૬મી નવેમ્બરના રોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે
જે અંતર્ગત વિભિન્ન કાર્યકર્મ યોજવવામાં આવે છે જેમ કે ક્વિઝ કોમ્પિટિશન, ડિબેટ અને રન ફોર ઇક્વિલિટી વગેરે. જિલ્લા યુવા અધિકારી જણાવવામાં આવ્યું કે આ વર્ષે સંવિધાન દિવસની ઉજવણી ૧૭મી નવેમ્બર થી ૧૩મી ડિસેમ્બર સુધી કરવામાં આવશે જેમાં એકતા હમારી પહેચાન થીમ આધારિત વિશેષ કાર્યક્રમો જેવા કે ડિબેટ, આમુખનું વાંચન અને શપથ વિધિ ,પોસ્ટર મેકિંગ ,વર્ચુયલ મિટિંગ અને સ્વછતા વગેરે જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ છે. પ્રોગ્રામ સિડ્યુલ મુજબ ૨૬ મી નવેમ્બર ના રોજ આમુખનું વાંચન અને શપથ વિધિ કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી સચિન પાલ, ડેપ્યુટી ફાયર અધિકારી ઠેબા સાબ, નેહરૂ યુવા કેન્દ્ર ના રાહુલ જોશી, સોલંકી ભાઈ, ચુડાસમાભાઈ, ગોહિલભાઈ, ખાનસાબ અને યૂથ વલંટિયર ચાવડા અવની, શિવાંગી, ભૂમિ, મિતિશા, કૃષ્ણા, વિધિ, ક્રુતિ, હિના, શ્વેતા, ધ્રુવી અને રુચિતા ઉપસ્થિત રહ્યા હતા.