સરકાર, સંગઠન અને કલાકાર આ ત્રણેયનો સમન્વય એટલે “ગુજરાત કલાવૃંદ કલાવૃંદના હોદેદારો આજ રોજ ગાંધીનગર ખાતે કમલમની શુભેચ્છા મુલાકાત માટે ગયેલા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ભાજપ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા તેમજ વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી ઈશ્વરભાઈ પટેલ, સંગીત નાટ્ય એકેડમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટની રૂબરૂ મુલાકાત કરી કલાવૃંદએ કલાકારો માટે વિવિધ માંગણી અંગે ચર્ચા કરી હતી. તેમજ કલાવૃંદની સંગઠન સરચના પૂર્ણ કરી સંગઠનને તેમજ સરકારના પ્રતિનિધિને સુપરત કરેલ હતી. આગામી દિવસોમાં સંગઠન અને સરકારના માર્ગદર્શન તેમજ નિર્દેશો અનુસાર કામગીરી કરવામાં આવશે. કલાકારોની લાગણી અને માંગણી પણ સરકાર તેમજ સંગઠન સુધી પહોંચાડવામાં આવી છે. તેમ અંતમાં ગુજરાત કલાવૃંદના સંસ્થાપક સંજય પંડ્યા અને સનત પંડ્યા, ધર્મેશ મકાતી, ચિરાગ શાસ્ત્રીએ યાદીમાં જણાવ્યું છે. હોમ કવોરન્ટાઈન હોવાના કારણે દેવ ભટ્ટ અને જીતુ પરમાર જઈ શક્યા ન હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….