રાજયભરમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા અનુસુચિત જાતિ વિભાગના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ દ્વારા વિભાગના નવનિયુકત હોદેદારોની જાહેરાત કરી છે. ‘અબતક’ની મુલાકાતે આવેલ ગેલાભાઇ મુછડીયા, રાજુભાઇ મકવાણા, માવજીભાઇ રાખસીયા, વસંતભાઇ ચાવડા, ગોપાલભાઇ ચાવડાએ જણાવેલ કે ચુંટણી પૂર્વે સંગઠનને સદ્રઢ બનાવવા કવાયત શરુ કરવામાં આવી છે. અનુસુચિત વિભાગના ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઇ હીરજીભાઇ મુછડીયા, રાજુભાઇ મુળજીભાઇ બગડા, નારણભાઇ છગનભાઇ પુરબીયા, હરેશ બીજલભાઇ સોલંકી, હરીશ લલીતભાઇ ગોહિલ અને છત્રપાલ ડાયાભાઇ સિંધવની વરણી કરવામાં આવી છે.કો. ઓડીનેટર તરીકે ગીરીશભાઇ વાણીયા, પુનમભાઇ ઘેડા, ધવલ નરેન્દ્રભાઇ રાઠોડ, કિશોરભાઇ ડાયાભાઇ મકવાણા, હરેશ ખીમજીભાઇ જોષી અને કાળુભાઇ ભીખાભાઇ સોલંકી તરીકે વરણી કરવામાં આવી છે.
સભ્યો તરીકે હિરાભાઇ સવજીભાઇ ચાવડા, અનિલભાઇ રમેશભાઇ રાઠોડ, રાજુભાઇ સાગઠીયા, કેતન વાઘેલા અને રાકેશ અમિતભાઇ વાઘેલાની વરણી કરવામાં આવી છે.
વોર્ડ પ્રમુખ તરીકે જયંતિ નાગરાજ (વાણીયા), મહેશભાઇ નાથાભાઇ ચૌહાણ, રમેશભાઇ વિનુભાઇ વાઘેલા, સુરેશ ચાવડા, દાફડા જીવણભાઇ, મહેશભાઇ કુબેરભાઇ ચૌહાણ, શુભમ નરેન્દ્રભાઇ જીતીયા અને રાજેશભાઇ મોહનભાઇ પરમાર, જતીન સાગઠીયા, અભીજીત રજનીકાંત ઘુઘલ, નરેશભાઇ મકવાણા, મહેશ રતિલાલ રાઠોડ, નાનજીભાઇ દવેરા, હંસરાજ સાગઠીયા, ધર્મેશભાઇ જશ્વંતભાઇ ગોહેલ, જીતુભાઇ રાઠોડ, શંકરભાઇ ભનુભાઇ બગડા અને દેવરાજ મુછડીયા ની વરણી કરવામાં આવી છે.