આજે દાદાના જન્મોત્સવની ઉજવણીમાં 51 કિલોની કેક ધરાવાશે: ધારાસભ્ય જયેશ રાદડીયા, ભાગવત કથાકાર જીગ્નેશદાદા, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિતિ
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ચોથા દિવસે હનુમાનજી દાદાના ભવ્ય અન્નકુટ મહોત્સવ યોજાયો હતો. જેમાં હનુમાનદાદાના ભક્તોએ પોતાના ઘરેથી વિવિધ વાનગીઓ લાવીને હનુમાનજી દાદાના ચરણોમાં અર્પી હતી. તેમજ આજે 31મી ડિસેમ્બરે કથામાં હનુમાનજી દાદાનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં શ્રી હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ.
જેમાં 51 કિલોની કેક દાદાને ધરવામાં આવી. 51 કિલો ચોકલેટ તથા કેડબરી, 108 કિલો પુષ્પથી દાદા ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી. તેમજ સંતો-મહંતો ઉપર પણ પુષ્પવર્ષા કરવામાં આવી. સમગ્ર સભા મંડપને ફુલો અને ફુગ્ગાથી શણગારવામાં આવ્યોે. અનેક પ્રકારના હનુમાનજીના દાદાના તથા વાનર સેનાના દર્શન કરવામાં આવ્યા. આવી રીતે રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત યુવાનો 31મી ડિસેમ્બરની ઉજવણી કરી. તેમજ પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળી રહેલા લોકોને એક સારો સંદેશો પાઠવી ભારતીય સંસ્કૃતિને વળગી રહેવા માટે અપીલ કરાઇ આવશે.
કથાના ચોથા દિવસે હનુમાનજીના વિવિધ પ્રસંગોની વાત કરતા વ્યાસપીઠ ઉપરથી શ્રી હરિપ્રકાસદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, હનુમાનજી દાદાના સૌના સંકટ હરનારા દેવ છે. જ્યારે મુશ્કેલીઓમાં તમામ દેવો હાર સ્વિકારી લે છે ત્યારે હનુમાનજી દાદા અટકેલા કામને પરિપૂર્ણ કરે છે. હનુમાનજી દાદાના ચરિત્ર અંગે તેમણે જણાવ્યું હતું કે, હનુમાનજી કોઈ દિવસ દુ:ખી થયા નથી. તે હંમેશા સંકટ હરે છે.
કોઈ પણ દેવી કે દેવતાઓનું મંદિર હોય ત્યાં હનુમાનજીની પ્રતિમાં હોય છે. જ્યારે હનુમાનજી દાદા કોઈપણ સ્થળ હોય ત્યાં એકલા હોય છે. તો તેમણે સારા અને ખરાબ મિત્ર વિશે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ખરાબ મિત્રો પરિસ્થિતિને અનુરૂપ રહીને તમારી સાથે વર્તે છે. જ્યારે સારા મિત્રો શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય તે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઉભો હશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, જ્યારે લક્શમણજીને મુર્છા થઈ હતી ત્યારે ભગવાન શ્રી રામના આંખમાંથી આસું વહેવા લાગ્યા હતા. તેવા સમયે હનુમાનજી દાદાએ ભગવાન શ્રી રામની આંખમાં આવેલા આસું જોઈને વ્યથીત થયા હતા અને ભગવાન લક્શમણજીને સ્વસ્થ કરવા માટે ચંદ્રમાંથી પણ અમૃત લઈ આવવા માટે જણાવ્યું હતું. લક્શમણજી માટે સંજીવની લેવા માટે હનુમાનજી મહારાજ હિમાલયમાં પહોંચ્યા અને ત્યાંથી તે સંજીવની લઈને આવીને લક્શમણજીને સ્વસ્થ કર્યાં હતાં.
વ્યાસપીઠ ઉપરથી સ્વામીજીએ જણાવ્યું હતું કે,અનિતીથી આવેલો પૈસો કોઈ દિવસ તકતો નથી. તેમજ સમાજ અને યુવાનોને ટકોર કરી હતી કે, યુવાનો વ્યસનોથી દુર રહે, દારૂ તથા ડ્રગ્સનાવ્યસનોએ અનેક પરિવારનો માળો પીંખ્યો છે. ત્યારે આજનો યુવાન આવા વ્યસનોથી દુર રહીને એક નિવ્ર્યસનિ સમાજનું નિર્માણ કરવું જોઈએ. તેમજ માતા પિતાને અપીલ કરી હતી કે, આજના મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં તમારા પુત્રોને મોબાઈલના સ્થાને તમારો સમય આપજો.
બાપના જીવનમાંદીકરીના મહત્વ વિશે તેમણે જણાવ્યું હતું કે, જ્યારે બાપ ઘરમાં થાકેલો આવે ત્યારે તેની ઢીંગલી જેવી દીકરીને તેમની સામે આવે કે તેનો સમગ્ર થાક ઉતરી જાય છે. દીકરી દરેક બાપનું અભિમાન હોય છે. દિલ્લીમાં બનેલી શ્રધ્ધા હત્યાકાંડ વિશે તેમણે જણાવ્યું હતું કે, જે દીકરીને તેના બાપે 21 વર્ષની ઉંમર સુધી તેની પાસે રાખી હોય, લાડથી ઉછેરી હોય તે કોલેજમાં પહોંચતા જ એક લફંગાના પ્રેમમાં પડે અને તે વિધર્મી કુમળી દીકરીના કટકા કરીને તેની નિર્મમ હત્યા કરે તે દુ:ખદ ઘટના છે. ત્યારે આ ઘટના પરથી દીકરીઓ એક વખત તેના બાપ ઉપર અને પરિવારની સામે જોજો.
કથામાં ભાગવતકથાકાર જીગ્નેશ દાદા, ત્યાગ સ્વામી, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, પ્રદેશ ભાજપના યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય જયેશ રાદડીયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, ક્રાઈમબ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીઈઓ બી.એસ. કૈલા, સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ ડી.વી. મહેતા તેમજ ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
દાદાના અન્નકુટ મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટયું
કથાના ચોથા દિવસે હનુમાનજી દાદાનો ભવ્ય અન્નકુટ મહોત્સવ યોજાયો હતો. જેમાં શહેરના બે હજાર જેટલા નગરજનોના ઘરેથી બનાવીન હનુમાનજીને ધરાવવામાં આવી હતી. જેમાં પ0 ચોરસ મીટરમાં 1પ00 થી વધુ વિવિધ મીઠાઇઓ, 100 જેટલા ફુટો, ચોકલેટ કેડબરી કોલ્ડડ્રીકસ સહિતની સામગ્રીઓ ધરાવવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું નિધન થતા કથામાં હિરાબાની આત્મા ના મોકશાર્થે હરિભકતો શ્રઘ્ધાંજલી પાઠવવામાં આવી હતી.