પારડી રોડ, અમીન માર્ગ અને સાધુ વાસવાણી રોડ પરનાં મેદાન માટે કોઈએ ટેન્ડર ન ભર્યા

સાતમ-આઠમનાં મેળા માટે અલગ-અલગ ૪ મેદાનફ ભાડે આપવા તાજેતરમાં કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા જેમાં નાનામવા સર્કલ ખાતેનું મેદાન ભાડે રાખવા માટે ૨૦ લાખની ઓફર આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઉપરાંત અન્ય ૩ મેદાનો માટે કોઈએ બોલી લગાવી નથી.  નાનામવા સર્કલ ઉપરાંત પારડી રોડ, અમીન માર્ગ અને સાધુ વાસવાણી રોડ પરનું મેદાન ભાડે આપવા માટે ગત ૨૧મીનાં રોજ ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રતિ ચોરસ મીટર અપસેટ કિંમત રૂા.૫ રાખવામાં આવી હતી. નાનામવા સર્કલ ખાતેનું ૯૦૦૦ ચો.મી.નું મેદાન ૧૫મી ઓગસ્ટથી ૧૦ સપ્ટેમ્બર સુધી ભાડે રાખવા માટે રાજકોટની જીયાંશ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીએ રૂા.૭.૫૦ આપવાની ઓફર આપી છે. આમ ૨૭ દિવસ માટે મેદાન ભાડે આપવાથી કોર્પોરેશનને રૂા.૨૦ લાખની આવક થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ મેદાનનું પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિન ભાડુ રૂા.૬.૧૫ ઉપજયું હતું. આ વર્ષે ભાડા પેટે ૨૦ ટકા જેવી વધુ આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.