રખડતા ઢોરને પકડવામાં નગર પાલિકા નિષ્ફર રહેતા બનાવો વધ્યા : અગાઉ પણ પશુ માલિક સામે ગુનો નોંધાયો ’તો
રાજકોટમાં રોડ પર રખડતા પશુઓને ડબ્બે પૂરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નિવડતાં છાશવારે રસ્તે રઝડતી ગાય સહિતના પશુઓ રાહદારીઓને ઢીકે ચડાવતા હોવાના બનાવોમાં વધારો થયો છે,ત્યારે ત્રણ દિવસ પૂર્વે ભોમેશ્વર વિસ્તારમાં નિવૃત્ત આર્મીમેનને અને તેની પુત્રીને ગાયે ઢીંક મારી પછાડી દીધા હતા, આ મામલામાં અંતે મનપાના વેટરનરી ડોક્ટરે ફરિયાદ નોંધાવતાં ગાંધીગ્રામ પોલીસે ગાયના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
ભોમેશ્વર વિસ્તારમાં રહેતા નિવૃત્ત ફૌજી નવલસિંહ ઝાલા અને તેની પૌત્રી ગત તા.16ની સાંજે ભોમેશ્વર પ્લોટની જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં ચાલીને જતા હતા ત્યારે ત્યારે કાળા કલરની એક ગાય ધસી આવી હતી અને નિવૃત્ત ફૌજી નવલસિંહને ઢીંક મારી પછાડી દીધા હતા, તેની પૌત્રીને પણ સામાન્ય ઇજા થઇ હતી, ગંભીર રીતે ઘવાયેલા નવલસિંહને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ ઘટનાને ગંભીરતાથી લઇ મનપાના વેટરનરી ઓફિસ2 ભાવેશ રમેશભાઇ જાકાસણિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાવેશ જાકાસણિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગાયના માલિકને એ વાતની જાણ હતી કે, પશુને રખડતું મૂકવાથી કોઇને મહાવ્યથા થવાની શક્યતા રહેલી છે છતાં બેદ2કા2ીથી પશુને રખડતું મુક્યું હતું અને તેના કારણે નવલસિંહને ગંભીર ઇજા થઇ હતી, પોલીસે અજાણી કાળા કલરની ગાયના માલિક સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરના ફૂટેજના આધારે ગાયના માલિકની શોધખોળ શરૂ કરી હતી. બનાવ બન્યા બાદ તુરંત જ નગરપાલિકા વ તંત્ર પકડવાના કામે લાગી ગયું હતું. પરંતુ જો આ કામગીરી વહેલી તકે કરવામાં આવી હોત તો આ બનાવ બન્યો જ નહોત તેવું પણ લોકોના મોઢે ચર્ચાઈ રહ્યું છે.