દિલ્હી અને ઉજ્જૈનની હોમિયોપેથી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ ન કર્યો હોવા છતાં બોગસ માર્કસીટ તૈયાર કરી સૌરાષ્ટ્ર યુનિર્વસિટી સંલગ્ન હોમિયોપેથી કોલેજના બીજા વર્ષમાં એડમિશન મેળવવાના કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના નાયબ કુલ સચિવ કીરીટભાઇ પાઠકે હોમિયોપેથી કોલેજના પૂર્વ ડીન સહિત ૪૬ સામે યુનિર્વસિટી પોલીસમાં કાવત‚ રચી બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પરપ્રાંતની યુનિર્વસિટીમાંથી ટ્રાન્સફર થઇને આવેલા કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટ શંકાસ્પદ છે. તેવી સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના સેનેટ સભ્ય ડો.ભરતભાઇ વેકરીયાએ યુનિર્વસિટીના સત્તાધીશો સમક્ષ ફરિયાદ કરતા સૌરાષ્ટ્ર યુનિર્વસિટી દ્વારા તપાસ સમિતિની રચના કરી તપાસ શ‚ કરાવી હતી. હોમિયોપેથી કોલેજના બીજા વર્ષમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓની માર્કશીટ અંગે પરપ્રાંતની યુનિર્વસિટીમાં તપાસ કરાવતા માર્કશીટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું.
હોમિયોપેથી કોલેજના પૂર્વ ડીન અમિતાભ રમેશભાઇ જોષી અને દ્વારકાના ડો.કાદરીએ બોગસ માર્કશીટ છપાવી રૂ.૩.૫૦ લાખમાં વેચી હોવાનું બહાર આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ બોગસ માર્કશીટ હોવાનું જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના નાયબ કુલ સચિવ કીરીટભાઇ પાઠકે બી.એ.ડાંગર હોમિયોપેથી મેડીકલ કોલેજના પૂર્વ ડીન અમિતાભ રમેશભાઇ જોષી, દ્વારકાના કાદરી, ભટ્ટી સુફીયાન ફા‚ક, રાવડા અહમદ અકીલ ગુલામ હુસેન, જુવેદ કાદરી, કશ્યપ એમ. તન્ના, લવા મૈત્રી, ચેતન, કનારા વલી ધાનાભાઇ, ગીજીયા રાધિકાબેન સુરેશભાઇ, વેકરીયા નિધીબેન કાંતીલાલ, મેતાલીયા ‚પલ દિનેશ, દવે નિરજ પ્રફુલભાઇ, ખાદલ સ્વાતી જૈન્તીલાલ, કારવા રૈયાજબાબા વલીભાઇ, વાજા મુસ્તફીન મુસ્તાક, ઇમરાન જેઠવા, ઇશરતબાનુ જેઠવા, અક્ષય નંદા, વારા રીંકલ વિજયભાઇ, પુર્વી અશોકભાઇ ગોંડલીયા, વ્યાસ નિલકંઠ કંલાસભાઇ, સિધપરા કિશનકુમાર પ્રવિણભાઇ, ઘોડાસરા અક્ષય હસમુખભાઇ, ખંધાર અવિનાશ, પાયલ વાણવી, બોદર વિશાલ રમેશભાઇ, અસારી વૈશાલીબેન , ગોધાણી તૃપ્તી, બોઘરા પ્રિયા, હરીયાણી ઝરણા જયેન્દ્રભાઇ, જુગલ દક્ષા, પરમાર હીરેન, સંખાવલા ‚ક્ષા, ત્રિતીયા જાનવી, ઝાલાવડીયા યાયેશા, કામલીયા અંકિતા, રિઝવાન કચરા, દોલુ ભાવનાબેન હરીલાલ , ઘોડાસરા દર્શના, ભાલીયા શૈલેષ મનસુખ, વ્યાસ મિલન ધર્મેશ, ભાદરકા દિપકકુમાર માલદે, જારીયા પ્રશાંત, બી.એ.ડાંગર હોમિયોપેથી મેડિલક કોલેજ, બી.જી.ગરૈયા હોમિયોપેથી મેડિકલકોલેજ અને રાજકોટ વસંતબેન વ્યાસ હોમિયોપેથી મેડિકલ કોલેજ અમરેલીના જવાબદાર કર્મચારી સામે કાવત‚ રચી બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એમ.ડી.ચંદ્રાવાડીયાએ તપાસ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com