સૌથી પ્રદૂષિત શહેર કાનપૂર, દિલ્હી છઠ્ઠા સ્થાને: પ્રદૂષણ સામે પગલા લેવામાં ચીન કરતા ભારત પાછળ
આપણે બધા જ પ્રદૂષણને લઇને કાગારોળ મચાવીએ છીએ પરંતુ તે દિશામાં કોઈ નક્કર પગલા ન ભરતા હોવાનું સામે આવ્યું છે. જિનીવા ખાતે આવેલ ઠઇંઘની ઓફિસ દ્વારા વર્ષ ૨૦૧૬ માટે દુનિયાના સૌથી પ્રદૂષિત ૧૫ શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ૧૪ શહેરો તો એકલા ભારતના જ છે. આ લિસ્ટમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર તરીકે કાનપૂર ટોપ પર છે. જ્યારે દિલ્હી છઠ્ઠા નંબર પર છે. ઠઇંઘના ડેટાબેઝથી ખબર પડે છે કે ૨૦૧૦થી ૨૦૧૪ વચ્ચે દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સુધારો થયો હતો જોકે ૨૦૧૫થી સ્થિતિ ફરી ખરાબ થવા લાગી છે.
દિલ્હીમાં ઙખની વાર્ષિક સરેરાશ ૨.૫ ૧૪૩ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે. જે નેશનલ સેફ સ્ટાન્ડર્ડ કરતા ૩ ગણી વધારે છે. જ્યારે ઙખ ૧૦ એવરેજ ૨૯૨ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મિટર છે જે નેશનલ સ્ટાન્ડર્ડ કરતા ૪.૫ ગણી વધારે છે. જોકે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે હાલમાં જ દાવો કર્યો હતો કે ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં વાયુ પ્રદૂષણ સ્તર નીચે આવ્યું છે. જો કે તેનો ડેટા બોર્ડે હજુ જાહેર કર્યો નથી.
૨૦૧૬ના અંતમાં વાયુ પ્રદૂષણની મુક્તિ માટે અનેક પગલ ઉઠાવવામાં આવ્યા હતા. ઓક્ટોબરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન, ડિસેમ્બરમાં ટ્રક્સ જેવા વાહનો પર એન્વાયરોમેન્ટ કંપેન્શેસન ચાર્જ અને પ્રદૂષણ નિયંત્રણ માટે ગઈછના શહેરો વચ્ચે વધુ સારો સમન્વય જેવી યોજના ઘડવામાં આવી હતી. જોકે આ બધી કવાયત પછી તેની અસર કેટલી થઈ તેની કોઈ જાણકારી મળી નથી કેમકે ઠઇંઘએ પોતાના રિપોર્ટમાં ૨૦૧૬ સુધીનો જ ડેટા પ્રકાશિત કર્યો છે.
૨૦૧૦ના રિપોર્ટ મુજબ દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતું. જે બાદ પેશાવર અને રાવલપિંડી હતા. તે સમયે દુનિયાના ટોપ ૧૦ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી ઉપરાંત ફક્ત આગ્રાનો સમાવેશ હતો. તેમજ ૨૦૧૧ના લિસ્ટમાં પણ દિલ્હી અને આગ્રાનો સમાવેશ હતો જોકે આ વર્ષે સૌથી પ્રદૂષિત શહેર ઉલાનબટાર હતું.
જોકે ૨૦૧૨થી સ્થિતિ બદલવાની શરુ થઈ અને દુનિયાના સૌથી પ્રદૂષિત ૨૦ શહેરોમાં ભારતના ૧૪ શહેરોનું નામ આવ્યું. જ્યારે ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૫માં પણ દુનિયાના સૌથી પ્રદૂષિત ૨૦ શહેરોમાં ક્રમાનુસાર ભારતના ૪થી૭ અને ૧૦ શહેરો સામેલ હતા. પણ બુધવારે જાહેર થયેલા ડેટા મુજબ ૨૦૧૬માં દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ૧૫ પૈકી ૧૪ ભારતના છે.
૨૦૧૩માં દુનિયાના સૌથી પ્રદૂષિત ૨૦ શહેરોમાં એકલા ચીનની રાજધાની પેઇચિંગ સહિત ૧૪ શહેરો સામેલ હતા.
પરંતુ હવે ત્યાં પ્રદૂષણની સમસ્યા પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જેનું પરીણામ છે કે ૨૦૧૬ના લિસ્ટમાં ચીનના ફક્ત ૪ શહેરો સમાવેશ છે. દિલ્હી અને પેઇચિંગ શહેરો વચ્ચે વાયુ પ્રદૂષણ, ઓડ ઇવન, વાયુ પ્રદૂષણ વિરુદ્ધ ઓડ-ઇવન રોડના મામેલ ઇમર્જેન્સી એક્શન પ્લાનને લઈને સ્પર્ધા કરવામાં આવે છે. પરંતુ ઠઇંઘના ડેટા દ્વારા ખબર પડે છે કે પેઇચિંગના પ્રદૂષણ સ્તરમાં ૨૦૧૩ બાદ સતત ઘટાડો થઈ રહ્યો છે.
૨૦૧૬ના ડેટા પ્રમાણે પેઇચિંગના ઙખ ૨.૫ પાર્ટિકલ ૭૩ માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતા જ્યારે દિલ્હીના ૧૪૩ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે. અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આ બાબતે ઠઇંઘ સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, જો તમે ડેટા પર નજર ફેરવશો તો જોશો કે પેઇચિંગ અને મેક્સિકો સહિત દુનિયાના તમામ પ્રદૂષિત શહેરોમાં ઙખ ૨.૫ના સ્તરમાં ઘટાડો થયો છે. ૨૦૧૩ બાદ ચીને પ્રદૂષણથી બચવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે.
ઠઇંઘના પ્રમાણે દુનિયાના પ્રતિ ૧૦માંથી ૯ લોકો ખૂબ જ પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યા છે. પ્રતિ વર્ષ ઘરની બહારના અને ઘરના પ્રદૂષિત વાયુ પ્રદૂષણના કારણે ૭૦ લાખ લોકોના મોત થાય છે. ફક્ત બહારના પ્રદૂષણથી મરવાવાળાની સંખ્યા ૨૦૧૬માં ૪૨ લાખ જેટલી હતી. જ્યારે ઘરેલૂ વાયુ પ્રદૂષણથી મૃત્યુ પામવાવાળાની સંખ્યા ૩૮ લાખ પહોંચી હતી. વાયુ પ્રદૂષણના કારણે હાર્ટ સંબંધી બીમારીઓ, શ્વાસની બીમારીઓ અને અન્ય બીમારીઓના કારણે મૃત્યુ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com