સમયચક્ર ફરતા ગુરૂકુળની સાથે લોકોની જીવનશૈલી માટે જરૂરી અનેકવિદ્યા લુપ્ત થઈ
ગુરૂકુળ એ વિશ્વની પ્રથમ શિક્ષણ પધ્ધતિ છે. ભારતીય સંસ્કૃતિમાં સદીઓ પૂર્વે પણ ગુરૂકુળમાં શિક્ષણ વ્યવસ્થા હતી વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર પણ શીખડાવાતું સદીઓ પુર્વે દેશમા અનેક ગુરૂકુળો હતા જયાં બાળકોને નાનપણથી જ જીવનશૈલીનું માર્ગદર્શન પણ અપાતું. વૈદિક વિજ્ઞાન અને શિક્ષણ માટે ભારતીય સંસ્કૃતિના ગુરૂકુળોની પૂન: સ્થાપના અત્યંત મહત્વપૂર્ણ છે. આજે બહુ ઓછા લોકો ગુરૂકુળમાં શું અભ્યાસ કરાવાતો તે જાણતા હશે. તો ચાલો આજે આપણે જાણીએ કે પ્રાચીન સમયમાં ગુરૂકુળમાં કઈ કઈ વિદ્યા શીખડાવાતી ગુરૂકુળના ગુરૂઓ પોતાના શિષ્યોને અગ્નિવિદ્યા, વાયુ વિદ્યા, જલ વિદ્યા, અંતરિક્ષ વિદ્યા, પૃથ્વી વિદ્યા, સૂર્ય વિદ્યા, ચંદ્ર અભ્યાસ, ખગોળ શાસ્ત્ર, ભુગોળ, હવામાનની માહિતી, સૌર ઉર્જા, દિવસ-રાત્રીનો અભ્યાસ, રત્ન અને ધાતુ, ગુરૂત્વાકર્ષણ, વાતચીત, પ્રાણી વિજ્ઞાન, વનસ્પતિ શાસ્ત્ર, આયુર્વેદ, માટીકામ, આર્કિટેક, બાગાયત, પેરામેડિકલ, શસ્ત્રો-સાધનો, કૃષિ, પશુપાલન વગેરે પ્રકારનું તર્કબધ્ધ શિક્ષણ આપવામાં આવતુ.
ઉપરોકત પ્રકારનાં વિષયો સાથે ગુરૂકુળોમાં ઉપદેશો આપવામાં આવતા. પરંતુ સમયચક્ર ફરતા અને વિજ્ઞાનનો યુગ આવતા ધીમેધીમે ગુરૂકુળની પ્રાચીન પરંપરા નાબુદ થઈ અને જીવનમાં જરૂરી એવી વિદ્યાઓ પણ લોકોનાં જીવનમાંથી લુપ્ત થઈ. વૈદિક વિજ્ઞાન અને શિક્ષણ માટે ભારતીય સંસ્કૃતિના ગુરૂકુળોની પુન: સ્થાપ્ના કરવી અત્યંત મહત્વપૂર્ણ સાથે આજના સમયની માંગ છે.