નવા ગ્રહ પર પૃથ્વીની સરખામણી એક વર્ષ પાછળ ૧૪૨ દિવસ જેટલો સમય લાગતો હોવાનું સંશોધન
યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલંબીયામાં એસ્ટ્રોનોમીની છાત્રા મિસેલ ઉનીમોટોએ પૃથ્વી જેવા વાતાવરણ ધરાવતા ૧૭ જેટલા ગ્રહો શોધી કાઢયા હોવાનું જાણવા મળે છે. ચાર વર્ષના સંશોધન બાદ મિસેલ દ્વારા આ ગ્રહોની વિગતો જાહેર કરવામાં આવી છે. કુલ ૭ ગ્રહોમાંથી મોટાભાગના ગ્રહો પૃથ્વીના કદ જેવડા છે. આ ઉપરાંત પૃથ્વી જેવું વાતાવરણ ધરાવે છે.
તાજેતરમાં એસ્ટ્રોનોમીકલ જનરલમાં મિસેલ ઉનીમોટો દ્વારા થયેલા અભ્યાસની વિગતો પ્રસારીત થઈ હતી. જેમાં પૃથ્વી જેવા એક ગ્રહનો ઉલ્લેખ છે. આ ગ્રહને પ્રારંભીક તબક્કે કેઆઈસી-૭૩૪૦૨૮૮ નામ આપવામાં આવ્યું છે. આ ગ્રહનું કદ પૃથ્વી જેટલું છે. ઉપરાંત સોલાર સીસ્ટમમાં આ ગ્રહ ગેસના સ્થાને પથ્થર જેવા પદાર્થની નિર્માણ થયો હોય તેવું ફલીત થાય છે. આ ગ્રહ પૃથ્વીથી હજારો પ્રકાશ વર્ષ દૂર છે.
પૃથ્વી જેવા અન્ય ૧૫ ગ્રહો પણ શોધી કાઢવામાં આવ્યા છે. આ ગ્રહોમાંથી કેટલાક ગ્રહો પર ૧ વર્ષનો સમય પૃથ્વીની સરખામણીએ ૧૪૨ દિવસનો થાય છે. પૃથ્વીને સૂર્ય વચ્ચે જેટલું અંતર છે તેની સરખામણીએ આ ગ્રહ અને સૂર્ય વચ્ચેનું અંતર ૦.૪૪૪ એસ્ટ્રોનોમીકલ યુનિટ જેટલું છે. પરિણામે પૃથ્વી ઉપર ૩૬૫ દિવસે એક વર્ષ થાય છે ત્યારે આ ગ્રહ પર એક વર્ષનો સમય લાગતા ૧૪૨ દિવસ તા હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. આ ગ્રહ શોધવામાં ચાર વર્ષ જેટલો સમય સંશોધક વિદ્યાર્થીની મિસેલ ઉનીમોટોને લાગ્યો હતો. તેમના આ સંશોધનને સમગ્ર વિશ્ર્વના સંશોધકોનું ધ્યાન ખેંચ્યું છે. નોંધનીય છે કે, મિસેલ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીકસ એન્ડ એસ્ટ્રોનોમીમાં છાત્રા રહી ચૂકી છે.