આજે બીસીસીઆઈની યોજાશે બેઠક : તૈયારીઓ અને મેચની તારીખ બદલવાનો નિર્ણય લેવાશે.
વર્લ્ડકપ 2023માં 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી શકે છે. ટૂર્નામેન્ટની સૌથી હાઈપ્રોફાઈલ મેચ નવરાત્રિના દિવસે શરૂ થશે. સમગ્ર ગુજરાતમાં ગરબા રાત્રીઓનું આયોજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને કાર્યક્રમ બદલવાની સલાહ આપી છે. ગુજરાતમાં નવલા નોરતાનું એક અલગ મહત્વ છે ત્યારે નવલા નોરતાના પહેલા જ ભારત પાકનો મેચ યોજાશે.
આઇસીસીએ ગયા મહિને જ્યારે વર્લ્ડ કપનું શેડ્યૂલ બહાર પાડ્યું હતું, ત્યારે લગભગ 1 લાખની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર મોટી મેચો યોજાઈ હતી. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે, ભારત વિ પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ, ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા અને ફાઈનલ મેચ. આ સિવાય વર્લ્ડ કપ 10 શહેરોમાં યોજાશે, જ્યારે સેમિફાઇનલ મુંબઈ અને કોલકાતામાં યોજાશે.
અમદાવાદની હોટેલો બુક થઈ ગઈ છે. બીસીસીઆઈના સચિવ જય શાહ દ્વારા આજે દિલ્હીમાં યોજાનારી મીટિંગમાં હાજરી આપવા માટે વર્લ્ડ કપ મેચોની યજમાની કરી રહેલા રાજ્ય સંગઠનોને પત્ર લખ્યો છે.