દેશમાં કોરોના મહામારીને કારણે દેશમાં ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે. આ ચોથા લોકડાઉનમાં કેન્દ્ર સરકાર દ્વારા ધંધા-રોજગાર વિગેરે માટે જરૂરી ગાઈડ-લાઈન આપવામાં આવેલ છે. જેના સનુંસંધાને રાજ્ય સરકાર દ્વારા ક્ધટેન્મેન્ટ સિવાયના વિસ્તારમાં ધંધા-રોજગાર ચોક્કસ શરતોને આધીન છુટછાટ આપવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટમાં વેપાર-ધંધા માટે સવારના ૦૮:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી એકી-બેકી અમલ સાથે ખોલવાની મંજૂરી આપેલ છે અને આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટીકર પણ લગાવવામાં આવી રહ્યા છે. તેમ મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

જીવન જરૂરી ચીજ વસ્તુના કરીયાણા, ચા-પત્તિ (ચા ની ભૂકી)-ખાંડ,ગોળ દૂધનુ વેચાણ કરતા વેપારીઓને એકી-બેકીના અમલમાં તેઓ પોતાની દુકાન દરરોજ ખુલી રાખી શકશે.

રાજકોટ શહેરના નગરજનોએ કોરોના મહામારીના અનુંસધાને આપવામાં આવેલ ત્રણ વખતના લોકડાઉનનો ચુસ્ત અમલ કરેલ છે અને તંત્રને ખૂબ જ સહકાર આપેલ છે. જેના કારણે વાયસરથી રાજકોટ ઘણું સલામત રહેલ છે. લોકડાઉન ચારમાં ધંધા રોજગાર માટેની છુટછાટ આપવામાં આવેલ છે. તેમાં પણ આપણે સરકારની સૂચનાઓ અને શરતોનું પૂરતું પાલન કરશું.

રાજકોટ શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત ન બનીએ તે માટે તમામ વેપારીઓએ તથા ગ્રાહકોએ માસ્ક ફરજીયાત પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ અને વેપાર-ધંધાના સ્થળે ભીડ ન થાય. આપે સૌ સલામત રહીએ તે માટે તેનું ખાસ ધ્યાન રાખીએ. શહેરના નગરજનો પણ કામ વગર બહાર ન નીકળવું, જે કામ માટે નીકળીએ તે કામ વહેલાસર પતાવી ઘરે આવી જવા અને માસ્ક વિના બહાર નીકળવાની ભૂલ કરવી નહી કરવા ખાસ અપીલ કરવામાં આવેલ છે.

કરિયાણાની દુકાન અને દુધની ડેરી પણ ૪ વાગ્યે બંધ કરવી પડશે

લોકડાઉન-૪માં રાજય સરકાર દ્વારા દુકાનો ખુલ્લી રાખવા માટે સવારે ૮ થી બપોરનાં ૪ વાગ્યા સુધી છુટછાટ આપવામાં આવી છે. દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સાંજનાં ૭ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાય કે કેમ તે અંગે થોડી અસમંજસ ઉભી થવા પામી છે જે અંગે આજે ખુલાસો કરતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કરિયાણાની દુકાન, દુધની ડેરી કે શાકભાજીની દુકાનો પણ બપોરે ૪ વાગ્યે બંધ કરી દેવાની રહેશે. રાજય સરકારનાં આદેશ મુજબ જ નિર્ણયો લેવાઈ રહ્યા છે.

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન-૪ અનુસંધાને રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યમાં ક્ધટેઇનમેન્ટ ઝોન અને નોન-ક્ધટેઇનમેન્ટ ઝોનમાં દુકાનો ખુલ્લી રાખવા બાબતમાં જે આદેશ કરવામાં આવેલ છે તેને અનુસરીને જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ણયો લેવામાં આવી રહયા છે, તેમ જણાવી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, ક્ધટેઇનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ સવારે ૮.૦૦ કલાકી બપોરે ૧૫.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

જ્યારે ક્ધટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ દુકાનો સવારે ૮.૦૦ કલાકી બપોરે ૧૬.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. વિશેષમાં કમિશનરે ઉમેર્યું હતું કે, ઉદ્યોગો તા પેટ્રોલ પમ્પ સવારે ૮.૦૦ કલાકી સાંજના ૧૮.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. જ્યારે તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાન કોઈ પણ બાધ્ય વગર ખુલ્લી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.