માતા-પિતા અને શિક્ષકની વિર્દ્યાી પાસેી વધુ માર્કસ મેળવવાની અપેક્ષાઓ ધકેલે છે વિર્દ્યાીને તણાવમાં
પરીક્ષાનો સમય આવતા જ વિર્દ્યાીઓ ચિંતિત ઈ જાય છે. તેમાં પણ આજના સમયમાં બધાજ વાલીઓ પોતાનો સંતાન અગ્રસને રહે તેવું જ ઈચ્છતા હોય છે જેને કારણે વિર્દ્યાી માતા-પિતાને નિરાશ ન કરવાની ચિંતા કરતો ાય છે. અંતે વિર્દ્યાી માનસિક તણાવનો શિકાર બને છે.
આ અંગે વધુ વિગત આપતા રાજય પારિતોષિક એવોર્ડ વિજેતા સિધ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પરીક્ષા પહેલા વાલી અવા વિર્દ્યાીઓ તણાવ અનુભવે છે. આ ઉપરાંત વિર્દ્યાીઓ પરીક્ષા પહેલા કે પછી આપઘાત પણ કરતા હોય છે. જેમાં વાલીની મહત્વકાંક્ષા ભાગ ભજવે છે. વાલીને પોતાનો સંતાન પ્રમ નંબરે આવે તેવી અપેક્ષા હોય છે. વાલીઓ વારંવાર સારા માર્કસ લાવવાનું સંતાન પાસે રટણ કરતા હોય છે. વાલીઓએ સંતાનોની લાયકાત અને પાયાના ઘડતર આધારે માર્કસમાં સંતોષ માનવો જોઈએ. બીજાના સંતાન સારા માર્કસ લાવે છે. મારું સંતાન પણ તેના જેટલા જ સારા માર્કસ લાવશે આવી તુલના વાલીઓએ ન કરવી જોઈએ.
આ ઉપરાંત વિર્દ્યાી પોતે પણ તુલના કરતો હોય છે કે મારા મિત્રને વધુ માર્કસ આવ્યા મારે કેમ ન આવ્યા? આવા બધા કારણે વિર્દ્યાી માનસિક તનાવનો શિકાર બને છે. વિર્દ્યાી કયો પ્રવાહ પસંદ કરે છે અને કેમ પસંદ કરે છે એ પણ મહત્વની બાબત છે. વિર્દ્યાીઓના પસંદ કરેલા પ્રવાહ પ્રત્યે રસ, ‚ચી અને આવડત હશે તો જ આગળ વધી શકશે. વિર્દ્યાી કોઈના દબાણી પ્રવાહ પસંદ કરે છે. અવા તો મિત્રોના લીધે ખોટો પ્રવાહ પસંદ કરે તો પણ તણાવને નોતરે છે. આર્ટસમાં ‚ચી ધરાવતા વિર્દ્યાીએ સાયન્સ, કોમર્સની બદલે આર્ટસમાં જ જવું જોઈએ.
ઘણા વિકસીત દેશોમાં ધો.૮ ી જ કર્યા ક્ષેત્રમાં આગળ વધવું છે તે નક્કી ઈ જાય છે. આપણે અહિં માસ્ટર ડિગ્રી મેળવ્યા સુધી શું કરવું છે તે ખબર હોતી ની. વધુમાં સિધ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મારી દ્રષ્ટિએ શિક્ષક જન્મે છે શિક્ષક બનાવી શકાતો ની. અત્યારે શિક્ષકો બની રહ્યાં છે જે ગંભીર બાબત છે. અત્યારના સમયમાં ટ્રેડેડ શિક્ષક હોય છે. એનો ર્અ એવો ની કે તે ‘શિક્ષક’ છે. શિક્ષકમાં આત્મીયતા હોવી જોઈએ. એક આંખમાં પ્રેમ અને બીજી અાંખમાં ઝેર હોવું જોઈએ. વિર્દ્યાી પાસે તે હળવો ાય પરંતુ હલ્કો ન ાય તેવો હોવો જોઈએ. આટલા ગુણ શિક્ષકમાં હોવા જોઈએ જે આજના સમયમાં હોતા ની. સેલ્ફ ફાઈનાન્સ સ્કુલો પોતાના વિર્દ્યાીને અવ્વલ નંબરે લાવવા માટે તનતોડ પ્રયાસો કરતા હોય છે. સેલ્ફ ફાઈનાન્સ સ્કુલોમાં અત્યારે સ્પર્ધાત્મક યુગ આવી ગયો છે. આના કારણે વિર્દ્યાી તણાવમાં ધકેલાય છે. વિર્દ્યાીને તણાવી બચાવવા વાલીઓએ વધુ માર્કસની વધુ પડતી અપેક્ષાઓ ન રાખવી જોઈએ અન્ય વિર્દ્યાી સો સરખામણી ન કરવી જોઈએ. આ ઉપરાંત શિક્ષકોએ પણ વિર્દ્યાીઓ પર વધુ માર્કસ લાવવાનું દબાણ ન કરવું જોઈએ અને વારંવાર વિર્દ્યાીને પ્રોત્સાહિત કરવા જોઈએ.