સેમિનારમાં ઝેડઇડી યોજના અને સરકારની ઔઘોગિક નીતિ અંગેની જાણકારી અપાઇ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા જીલ્લા ઉઘોગ કેન્દ્ર રાજકોટના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ ઔઘોગિક માર્ગદર્શન સેમીનાર કક્ષાના ઉઘોગો માટે ભારત સરકારની યોજના અંગે તથા રાજય સરકારની વિવિધ ઔઘોગિક નીતીમાં સમાવિષ્ટ યોજનાઓ અંગે ઉઘોગો માટે ઉપયોગી એવી જાણકારી આપવામાં આવી.
સેમીનારના પ્રારંભમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ શિવલાલ બારસીયાએ ઉ૫સ્થિત વિવિધ ઔઘોગિક વિભાગના અધિકારીઓ તથા ઉ૫સ્થિત ઉઘોગકારોને આવકારી રાજકોટમાં લધુ મઘ્યમ કક્ષાના ઉઘોગોનો નોધપાત્ર વિકાસ થયો છે. તેના માટે આ સેમીનાર ઘણો ઉપયોગી બની રહેશે. ભવિષ્યમાં આવા સેમીનાર કરવા રાજકોટ ચેમ્બર અગ્રેસર રહેશે તેમ જણાવ્યું.
રાજકોટ ચેમ્બરના માનદ મંત્રી વી.પી.વૈષ્ણવ એ રાજકોટ ચેમ્બર દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ અને તેના સફળ પરિણામનો અહેવાલ આપી રાજકોટ ચેમ્બરના વિકાસના કાર્યમાં ઉઘોગપતિ વેપારીઓના અવિરત સાથે સહકાર મળતો રહેશે તેવી લાગણી વ્યકત કરી.
જીલ્લા ઉઘોગ કેન્દ્રના ઉઘોગ અધિકારી (યાંત્રિક) એસ.બી. પારેજીયાએ ઔઘોગિક એકમો માટેની પ્રોત્સાહન યોજનાઓ જેવી કે કેપીટલસહાય વ્યાજ સહાય, ગુણવતા સહાય, માર્કેટ ડેવલોપમેન્ટ સહાય, સ્ટાર્ટઅપ, ઇનોવેશન સહાય, ગારમેન્ટ અને એપરલ ઇન્ડસ્ટ્રીને સહાય પ્લાસ્ટીક ઉઘોગ માટે સહાય સર્વિસ લાઇન પાવર કનેકશન ચાર્જમાં સહાય તથા વિવિધ એવોર્ડ પાત્ર ઉઘોગોને સહાય ટેકનોલોજી એકવીઝીશન માટે સહાય પેટન્ટ રજીસ્ટ્રેશન માટે સહાય ઉર્જા અને પાણી વપરાશમાં બચત માટે સહાય ફી પરત મેળવવાની સહાય એન્વાયરમેન્ટ ઓડીટ કરાવવા માટેની સહાય સતત સ્ટોક એમીશન મોનીટરીંગ પઘ્ધિત માટે સહાય રીચર્સ ડેવલોપમેન્ટ પ્રવૃતિ માટે સહાય, લેબર ઇન્સેન્ટીવ સહાય વગેરેની વિસ્તૃત જાણકારી આપી અને પ્રશ્ર્નોના વિગતવાર પ્રત્યુતરો અધિકારીઓએ આપ્યા.