જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા અને ઠાકોર સેના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અપીલ… કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાશ નકુમને જીતાડવા પ્રદેશ આગેવાન દિનેશ મકવાણા, કોર્પોરેટર પ્રવીણ સોરાણી, પ્રવીણ મકવાણા, જયાબેન દંડીયા, મુકેશભાઈ ભાટીયા, રીટાબેન વડેચા, ચંદ્રીકાબેન વરાણીયાનો સંકલ્પ

વોર્ડ -૪માં કોંગ્રેસના કોર્પોરેટર અને ઓ.બી.સી. સ્વ. પ્રભાતભાઈ ડાંગરનું નિધન થતા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સમિતિએ ઓ.બી.સી.ને પ્રતિનિધિત્વ આપવા માટે ફરીથી ઓ.બી.સી.ને જ ટીકીટ આપવામાં આવી છે. આ બેઠકમાં ફરી એક વખત કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાશ નકુમને જીતાડવા કોંગ્રેસના ધારાસભ્યશ્રી અને ઓ.બી.સી.નાં આગેવાનોએ હાકલ કરી છે. ઓ.બી.સી.નું પ્રતિનિધિત્વ યથાવત રાખવા અપીલ કરી છે.

જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરએ વોર્ડ ૪માં કોંગ્રેસના યુવા ઉમેદવારને વિજેતા બનાવવા સમાજને જણાવતા કહ્યું છે કે, કૈલાશભાઈ નકુમ સ્વચ્છ અને પ્રમાણિક ઉમેદવાર છે. આ બેઠક ઓ.બી.સી. અનામતની છે કોંગ્રેસ સમિતિએ હંમેશા ઓ.બી.સી.ને પૂરતુ પ્રતિનિધિત્વ આપ્યું છે. અને ભવિષ્યમાં આપશે જ સ્વ. કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગર પણ ઓ.બી.સી. જ હતા અને ફરી એક વખત કોંગ્રેસે ઓ.બી.સી.ને જ ટીકીટ આપી છે ત્યારે કૈલાશભાઈ નકુમને જીતાડવા એ સમાજની ફરજ છે.

કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાશભાઈ નકુમને જીતાડવા માટે પ્રદેશ સમિતિનાં આગેવાન દિનેશભાઈ મકવાણા, પ્રવિણ સોરાણી, પ્રવીણ મકવાણા, જયાબેન દંડીયા, મુકેશભાઈ ભાટીયા, રીટાબેન વડેચા, ચંદ્રીકાબેન વરાણીયાએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.