વિશ્વના મોટાભાગના ભાગોમાં ક્રિસમસની ઉજવણી શરૂ થઈ છે. આ તહેવારમાં સાંતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાંતાએ છે જે લાલ રંગના કપડાં પહેરે છે અને , બૅગમાં ઘણી બધી ગિફ્ટ હોય છે અને બધા ને પ્રેમ વહેંચે છે. ક્રિસમસ પહેલા, ભૂતપૂર્વ યુ.એસ. પ્રમુખ બરાક ઓબામાએ સાંતા બનીને લોકોનું હૃદય પણ જીતી લીધું હતું.
ઓબામા સાંતા બન્યા પછી વૉશિંગ્ટન હોસ્પિટલ (ચિલ્ડ્રન્સ નેશનલ) ગયા હતા . ત્યાં તેણે ઘણા બીમાર બાળકો સાથે આનંદ માણ્યો. આ પ્રસંગે, તેઓએ બાળકોને ગળે મળીને અને તેમને ભેટ પણ આપી.
ઓબામાએ આ મુદ્દે તેના ટ્વિટર હેન્ડલ પર એક વિડિઓ શેર કર્યો છે. આ સાથે, તેમણે લખ્યું, “અસામાન્ય બાળકો, પરિવારો અને ચિલ્ડ્રન નેશનલ સ્ટાફને મારા તરફથીમેરી ક્રિસમસ.”
ચિલ્ડ્રન નેશનલએ ઓબામાને ધન્યવાદ આપતા કહ્યું કે અમારા દર્દીઓનું ધ્યાન રાખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા સરપ્રાઈઝથી બધા ના ચહેરાપર ફરી એક વાર મુસ્કાન આવી છે અમારા દર્દીઓને તમારો સાથે અને ગિફસ બને ગમ્યા.