દેશમાં અપૂરતા વરસાદના કારણે ખરીફ વાવેતરમાં 11.56 ટકાની ઘટ : જળાશયોમાં પણ 7 ટકા પાણી ઓછું: આ વર્ષે પણ કઠોળ સહિતની ખેત જણસીના ભાવ ઉંચા રહે તેવી શક્યતા

જુલાઇ અડધો વિત્યા છતાં હજી સંતોષકારક વરસાદ ન પડતા વર્ષ એકંદરે ફેઇલ જેવું: પાછોતરો સારો વરસાદ થોડી ઘણી રાહત આપી શકે: દેશભરમાં ચિંતાનો માહોલ

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાની સિઝનમાં આજ સુધી પડેલા અપુરતા વરસાદના કારણે ખરીફ પાકના વાવેતરમાં જંગી ઘડાડો થયો છે. જળાશયોના પણ તળીયા દેખાવા લાગ્યા છે. કઠોળ સહિતની ખેત જણસીના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. વરસાદની ખેંચ અને પર્યાપ્ત વરસાદના અભાવે આ વર્ષ પણ મોંધવારી કેડો ન મૂકે તેવા મોકાણનો માહોલ ઉભો થવા પામ્યો છે. જુલાઇ મહિના અડધો વિતી જવા છતાં સંતોષકારક વરસાદ ન પડતા હવે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. એંકદરે વર્ષ નિષ્ફળ જ ગણાય છે જો કે પાછલતરો સારો વરસાદ થોડી રાહત આપે તેવી આશા જગતાત રાખી રહ્યો છે.

ભારતીય અર્થ વ્યવસ્થાની ગાડી સંપૂર્ણ પણે ચોમાસા પર જ આધારીત છે સારૂ ચોમાસુ અર્થ  વ્યવસ્થાને ટનાટન બનાવે છે તો નબળા ચોમાસમાં આથીંક કટોકટી સર્જાય છે. આ વર્ષ નૈઋયના ચોમાસાના વહેલા આગમને 16 સોળ આની વરસ રહેશે તેવી આશા ઉભી કરી હતી. દરમિયાન છેલ્લા એક માસથી ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજાના રૂષણાએ ચિંતા ઉભી કરી દીધી છે. ખરીફ પાકની વાવણીમાં 11.56 ટકાનો ઘટાડો થયો છે તો પાણી પ્રશ્ર્ન પણ મોઢુ ફાડીને ઉભો છે જળાશયોમાં પાણીનો સંગ્રહ પણ 7 ટકા જેટલો ઘટયો છે.

કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, 16 જુલાઇએ વાર્ષિક ધોરણે ખરીફ વાવણીનો વિસ્તાર 11.56%  જેટલો ઘટાડો નોંધાયો છે.  ખરીફ પાકની વાવણી 1073 લાખ હેક્ટરના સામાન્ય ખરીફ વિસ્તારના 57% વાવેતર પર થઈ છે, જેમાં કઠોળ, તેલીબિયાં, બરછટ અનાજ અને કપાસમાં મોટો ઘટાડો જોવાયો છે.

ચોખાનું વાર્ષિક વાવેત પણ ઘટયું  છે.  મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ત્રિપુરા, પંજાબ, ઝારખંડ, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડ રાજ્યોમાં 161.97 લાખ હેક્ટરમાં ચોખાનું વાવેતર થયું છે.  ઓડિશા, છત્તીસગ,, બિહાર, આસામ, હરિયાણા, ગુજરાત વગેરે રાજ્યોમાંથી ઓછો વિસ્તાર નોંધાય છે.

પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં કઠોળની વાવણીમાં 12 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અડદ (23% દ્વારા પાછળ) અને મગમા વાતેરરમાં  20.76% જેટલો ઘટાડો થયો છે. બરછટ અનાજની વાવણીમાં 20.63% ઘટાડો થયો છે.  બરછટ અનાજમાંથી, જુવારની વાવણી 26 ની નીચે, બાજરીમાં 40% અને મકાઈની વાવણી 7.74% વટાવી રહી છે.  તેલીબિયાંના પાકની વાવણીમાં પણ 13.68% ઘટાડો થયો છે, જેમાં મગફળીની વાવણી 13.25% અને સોયાબીનની ટકાવારી લગભગ 12% જેટલી ઓછી છે.

તેલીબિયાંનો વિસ્તાર મહારાષ્ટ્ર 20.22 લાખ હેક્ટર, ગુજરાત 2.22 લાખ હેક્ટરના  જ્યારે રાજસ્થાન 79.79ફયિ લાખ હેક્ટર, મધ્યપ્રદેશ 49.4949 લાખ હેક્ટર, આંધ્રપ્રદેશ   2.12 લાખ હેક્ટર, તેલંગાણા 0.59 લાખ હેક્ટર  કપાસની વાવણી 13% થી ઓછી છે.  મુખ્યત્વે આંધ્રપ્રદેશ 0.98 લાખ હેક્ટર અને પંજાબ 0.62 લાખ હેક્ટર રાજ્યોમાં કપાસની વાવણી પાછળ છે.

પાછલા વર્ષની તુલનામાં જળાશયોનું સ્તર પણ પાછળનું છે.  સેન્ટ્રલ વોટર કમિશન દેશના સર્વ અનુસાર જળાશયોની જીવંત સંગ્રહ સ્થિતિ પર નજર રાખે છે, જે દેશમાં સ્થાપિત  257..812 બીએમની કુલ જીવંત સંગ્રહ ક્ષમતાના  67.88 % છે.  15 જુલાઈ સુધીના જળાશયો સંગ્રહ ડેટા મુજબ, આ જળાશયોમાં જીવંત સંગ્રહ 57.628 બીસીએમ છે, જે આ જળાશયોની કુલ જીવંત સંગ્રહણ ક્ષમતાનો 33% છે.  જો કે, ગયા વર્ષે આ જળાશયોમાં સમાન સમયગાળા માટે ઉપલબ્ધ લાઇવ સ્ટોરેજ 62.134 બીસીએમ હતું અને છેલ્લા 10 વર્ષનું સરેરાશ સંગ્રહ 49.921 બીસીએમ હતું.  આ રીતે, 130 જળાશયોમાં ઉપલબ્ધ લાઇવ સ્ટોરેજ પાછલા વર્ષના સમાન સમયગાળાના લાઇવ સ્ટોરેજ કરતા 7% ઓછું છે અને છેલ્લા દસ વર્ષના સરેરાશ સંગ્રહ કરતા 15% વધુ છે.

ચોમાસાની સીઝન શરુ થવાને દોઢ માસથી પણ વધુ સમયગાળો વિતી ગયો હોવા છતાં હજી સુધી સંતોષકારક વરસાદની ખેંચ વર્તાય રહી છે. અનેક વિસ્તારોમાં વાવણી નિષ્ફળ જવા પામી છે. ખેત જણસીના ભાવો સતત ઉંચકાય રહ્યા છે હજી એક પખવાડીયામાં જો સારો વરસાદ નહી પડે તો સ્થિતિ વધુ દયનીય બની જશે, વરસાદની ખેંચના કારણે ગુજરાતમાં કપાસના ભાવો સતત રેકોર્ડ બનાવી રહ્યો છે.

કઠોળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં પાણીની ખેંચ ઉભી થવા પામી છે. હવે મેઘરાજાના દુષણાજો ચાલુ રહેશે તો રાજયમાં દુષ્કાળના ઓછાયા ઘેરાવા લતાશે મેઘરાજા પાછોતરો પ્રેમ વરસાવી ઘર પુરી કરી દેશે તેવી આશા રાખી માનવી બેઠો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.