- લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૮૪(એ)
- વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૧૭૩(એ)
Loksabha election 2024 : લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૮૪(એ) અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૧૭૩(એ) પરત્વે ધ્યાન દોરવામાં આવે છે. તેમાં દર્શાવ્યું છે તે મુજબ, સંવિધાનની ત્રીજી અનુસૂચિમાં નક્કી થયા મુજબના નમૂનામાં ચૂંટણી પંચ દ્વારા તે હેતુ માટે અધિકૃત કરાયેલ વ્યક્તિ સમક્ષ ઉમેદવાર શપથ કે પ્રતિજ્ઞા લઈને, તેમાં સહી કરવાની રહેશે અને તો જ એ ઉમેદવાર લોકસભાની કે વિધાનસભાની બેઠક માટે પસંદ થવા પાત્ર ગણાશે.
ઉમેદવારોની અનુકુળતા ખાતર ચૂંટણી પંચે, સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી ઉપરાંત નીચેની વ્યક્તિઓને અધિકૃત કરી છે. જેમની સમક્ષ ઉમેદવાર શપથ કે પ્રતિજ્ઞા લઈને તેમાં સહી કરશે .:-
(ક) સર્વે સ્ટાઈપેન્ડરી પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ અને પ્રથમ વર્ગના સર્વે સ્ટાઈપેન્ડરી
(અ) સર્વે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ન્યાયાધીશ સિવાયની રાજયની અદાલતી સેવામાંની વ્યક્તિઓ.
(ગ) ઉમેદવાર જેલમાં હોય તો જેલના અધિક્ષક,
(ઘ) ઉમેદવાર નિવારક અટકાયત હેઠળ હોય તો અટકાયત કેમ્પના કમાન્ડન્ટ
(ચ) ઉમેદવાર માંદગી અથવા અન્ય કોઈ કારણસર હોસ્પીટલમાં અથવા અન્ય કોઈ સ્થળે પથારીવશ હોય તો હોસ્પીટલનો હવાલો ધરાવતા તબીબી અધિક્ષક અથવા તેની સારવાર કરતાં તબીબ.
(૭) ઉમેદવાર ભારત બહાર હોય તો ઉમેદવાર જે દેશમાં હોય તે દેશ ખાતેના ભારતના રાજનયિક અથવા કોન્સ્યુલર પ્રતિનિધિ અથવા આવા કોઈ રાજનયિક અથવા કોન્સ્યુલર પ્રતિનિધિએ અધિકૃત કરેલ કોઈ વ્યકિત.
ઉમેદવારે ચૂંટણી ઉમેદવારીપત્ર રજૂ કર્યા બાદ જ તે શપથ કે પ્રતિજ્ઞા લઈ અને શપથ કે પ્રતિજ્ઞાપત્રમાં સહી કરી શકશે. તે ઉપરાંત સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર ઉમેદવારી પત્રોની ચકાસણીના દિવસ પહેલા એટલે કે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓ-૨૦૨૪ના સંદર્ભમાં તા.૨૦.૦૪.૨૦૨૪ પહેલાં જ શપથ કે પ્રતિજ્ઞા લેવાની રહેશે અને તેમાં સહી કરવાની રહેશે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ તરત જ ઉમેદવાર દ્વારા શપથ લેવામાં આવે તે ઈચ્છનીય છે.