આંબે મોરને કલાએ લેખા
ગીરની કેસર કેરી દુનિયાભરમાં વખણાય છે, તાલાલાની કેસર કેરીની સૌરાષ્ટ્રથી વધુ પરદેશમાં રાહ જોવાતી હોય છે. ત્યારે આ વખતે તાલાલા નજીકના આંકોલવાડી અને આસપાસ ના ગામોમાં આંબાના મોરની ફુટમાં આ વખતે મોરમાં બેવડી ફૂટ એટલે કે બે – બે વાર મોરની ફુટ જોવા મળી છે.
આંબામાં બેવડા મોરથી કેરીના ઉત્પાદનમાં ઓટ આવે છે. આંકોલવાડીમાં અનેક બગીચાઓમાં બેવડા મોર ફુટી રહ્યા હોય તેને લઇ કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો આવે તેવી આશંકા જાણકાર ખેડુતો વ્યકત કરી રહ્યા છે.