ધો.૧ થી ૧૦ના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને રસીકરણ કરાયું

રાજકોટ જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ૧૬ જુલાઈથી ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૬મી જુલાઈના રોજ રાજકોટની ખ્યાતનામ ચાણકય સ્કૂલમાં ધો.૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે ઓરી અને રૂબેલા રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.IMG 20180725 WA0032

ચાણકય સ્કૂલમાં ધો.૧ થી ૧૦ના લગભગ ૪૦૦થી વધુ બાળકોને ઓરી-રૂબેલાનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક પણ બાળકને આડઅસર જોવા મળી ન હોતી. આ રસી એકદમ સુરક્ષિત છે. આ રસીકરણનો કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાણકય સ્કૂલના ટ્રસ્ટી પ્રવિણભાઈ રૂપાણી, પ્રિન્સીપાલ હર્ષિદાબેન માંકડીયા તેમજ તમામ સ્ટાફગણ અને આરોગ્ય વિભાગે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.