સામગ્રી :
૧) 0||| વાટકી રાજગરાનો લોટ, ૧ ટેબલ સ્પુન શીંગોડાનો લોટ, ૨ ટેબલ સ્પુન બટાકાનું છીણ.
૨) મીઠુ, ૧ વાટેલા આદું મરચા,
૨ ટેબલ સ્પુન સમારેલી કોથમીર, ૧ ટી સ્પુન જીરુ, ચપટી મરીનો ભુકો, ૧ સ્પુન લાલ મરચું
૩) ૧ વાટકી ખાટુ દહી, ૨ વાટકી મોળું દહી, ૧૧ ખાંડ, આમલીની ગળી ચટણી, શેકેલુ જીરુ, લાલ મરચું.
૪) ૧ ટેબલ સ્પુન તેલ મોણ માટે તળવા માટે
રીત :
૧- બંને લોટ ભેગા કરી બટાકાની છીણ તેમજ ખાટું દહીં તથા જરુરી પાણી ઉમેરો, ત્યાર બાદ તેનુ પકોડા બનાવવા ખીરુ તૈયાર કરો.
૨- મીઠું, આદુ -મરચા, જીરું, મરી, લાલ મરચાં તથા કોથમીર નાંખવા કલાક માટે રાખી મુકવું
૩- તેલ ગરમ કરવું, ૧ ટેબલ સ્પુન ગરમ તેલ ખીરામાં નાખી ખૂબ ફીણવું તેમાંથી પકોડા ઉતારવા ગુલાબી તળી નિતારીને કાઢી લેવા.
૪- મોળા દહીંને વલોવી, મીઠું તથા ખાંડ નાખવા એક બાઉલમાં પકોડા મુકી ચારે તરફ દહીં રેડવું ઉપર ગળી ચટણી, જીરાનો ભુકો, લાલ મરચું ભભરાવી કોથમીર મુકવી.
ફરાળી દહીં પકોડી વાનગી તરીકે સ્વાદિષ્ટ તેમજ પોષણયુક્ત પણ ખરી, રાજગરામાંથી સારા પ્રમાણમાં સેક્ધડ પ્રોટીન તેમજ અન્ય અગત્યનાં પોષક તત્વ મળે છે.