પૂ.ગુરુદેવે હું જ સાચો ના આગ્રહ ભાવને ત્યાગવાનો કલ્યાણકારી બોધ આપી પ્રભુની ‘લાઈન’માં જોડાઈ જવાની સમજણ આપી
ધાર્મિકતાના શોમાંથી બહાર નીકળીને જેવાં અંદર તેવા બહાર રહેવાના માર્મિક બોધ સાથે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે ડુંગર દરબારમાં ભાવિકોને પર્વાધિરાજ પર્વના આઠ દિવસ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની પ્રેક્ટિસ પછી આખા વર્ષની આરાધના બાદ આવતાં પર્વાધિરાજમાં સો માંથી સો માર્ક્સ મેળવવાનો સંકલ્પ આપીને તીર્થંકર પ્રભુના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડતાં સમજાવ્યું હતું કે જેમની પાસે બધું જ હતું એવા તીર્થંકર પ્રભુને બધું જ ત્યાગી દેવાના ભાવ જાગે અને આપણને સુખને વધારવાના ભાવ જાગતાં હોય છે. પરંતુ પરમાત્મા કહે છે જેણે સુખને વધાર્યું છે એણે પોતાના જીવનમાંથીશાંતિને ઘટાડી છે અને જેણે સુખને છોડવાનો પ્રયત્ન કર્યો છે એણે પોતાના જીવનમાં શાંતિ વધારી છે.
હજારો લાખો વર્ષ પહેલાં ઋષભદેવ પરમાત્માના બે પુત્રો વચ્ચે રાજ્ય અધિકાર માટે સર્જાયેલા યુદ્ધના દ્રશ્ય-શ્રાવ્ય બોધ સાથે અહંકારથી મુક્ત બનવાનો અને હું જ સાચો ના આગ્રહ ભાવને ત્યાગવાનો કલ્યાણકારી બોધ આપીને પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણી રાહ જોઈ રહેલા પ્રભુની હશક્ષય માં જોડાઈ જવાની સમજણ આપી હતી.
પ્રાત:કાળનાં પવિત્ર વાતાવરણમાં સંગીતની સુરાવલીઓ સાથે વહેતો ભક્તામર મહાસ્તોત્રનો ગુંજારવ, અષ્ટમંગલના સુવર્ણ મઢ્યા મંગલ પ્રતિકોની સાથે પધારી રહેલા પૂજ્ય ગુરુભગવંતના ભવ્ય સ્વાગત વધામણા દ્વિતીય દિવસના સંઘપતિ વિલાસબેન પ્રતાપભાઈ મહેતા પરિવારના ભાવભીના રજવાડી સન્માન અને તે પરિવાર દ્વારા પૂજ્ય ગુરુ ભગવંતના કરકમળમાં અર્પણ કરવામાં આવેલી જ્ઞાનપોથીના દિવ્ય દ્રશ્યો કલકત્તાના ભાવિકોના હૃદયમાં અહોભાવનો એક અનેરો થનગનાટ કરાવી ગયાં હતાં.