જવેલરી, બ્યુટી પ્રોડકટસ, હોઝિયરી એન્ડ ટ્રાયલોની વસ્તુઓનું વન સ્ટોપ સોલ્યુશન બન્યુ કંકુ NX.
સ્ત્રીઓ તેમની સુંદરતાને લઈને ખુબ જ મહત્વ હોય છે ત્યારે સુંદરતા જાળવવી રાખવા માટે જે કોસ્મેટીક ઉપરાંત જવેલરીની જરૂરીયાત છે. કંકુ એનએકસ દ્વારા બંગળી બજારમાંથી સૌદર્ય પ્રસાધનો અને જવેલરીનું વેચાણ થતું હતું. એ કંકુ એનએકસ અમીન માર્ગ નવુ નજરાણું શરૂ કરી રહ્યું છે. જેમાં જવેલરી, સૌદર્ય પ્રસાધનોની સાથે ટ્રાયલો લેડિઝ ઈનર વેર અને નાઈટ ડ્રેસ જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.કંકુ એનએકસનાં ઓનર જગદિશ હરિયાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જવેલરીનો ખુબ જ ટ્રેન્ડીંગ વસ્તુ છે. લોકોમાં હાલ સ્ટાઈલીસ જવેલરી, ટ્રેન્ડી જવેલરી, વેડિંગ જવેલરી, એન્ટીક જવેલરી પણ ટ્રેન્ડીંગ છે જે તમામ તમને કંકુ એનએકસ જવેલર્સમાં મળી રહેશે.
રાજકોટની જનતા માટે ટ્રાયલો અને કંકુ એનએકસનું એક નવું નજરાણું શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાયલો દેશની લીડીંગ બ્રાન્ડ છે. જેમાં હોઝીયરી પ્રોડકસ પણ ઉપલબ્ધ છે. કંકુના બંગળી બજારના શો-રૂમ ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. જેના ભાગરૂપે સિલ્વર જુબલી ઉજવણી પેટે સાહસ કરી રાજકોટની જનતા માટેની આ શરૂઆત કરવામાં આવી છે.
ઓપનીંગ સેરેમનીમાં અમને લોકોનો ખુબ જ સારો સહકાર પણ મળ્યો હતો. ખાસ તો લેડિઝને એક જ જગ્યાએ જવેલરી, ઈનરવેર અને કોસ્મેટીક પ્રોડકટસ મળી રહે છે. જેથી ઘણાખરા કસ્ટમરનાં પોઝીટીવ વ્યુહ પણ આવ્યા છે કે આ બાબત વન્સ ઓફ ડેસ્ટીનેશન બને છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે પબ્લીકના પ્રતિસાદ મુજબ બહારની સાઈડ મોટો શો-રૂમ બનાવાય. તો પબ્લીકની માંગને લઈ આ શો-રૂમ બનાવવામાં આવ્યો છે. મધ્યમ વર્ગના લોકો ખરીદી કરી શકે તે માટે તદન રિઝનેબલ ભાવ રાખવામાં આવ્યા છે અને કસ્ટમર ફિડબેક પણ લેવામાં આવે છે તેમાં પણ ઘણા કસ્ટમરે જણાવ્યું છે કે બધા કલાસનાં લોકોને પરવળે તેવા ભાવ છે. ઓનલાઈન શોપીંગનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે તેમનું પણ વર્કઆઉટ ઓનલાઈન શોપીંગને લઈને હાલમાં ચાલુ જ છે.ખરીદી માટે આવેલ માનસી કારિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કુંકુ એનએકસનું જવેલરી કલેકશન ખુબ જ નવીન છે અને અત્યારનું જ ક્રિએટીવ છે. પહેલા તેઓ રેગ્યુલર બંગળીબજારમાં આવેલ કંકુ માંથી ખરીદી કરતા હતા અને હવે કંકુ એનએકસનો નવો શો-રૂમ શરૂ થયો છે જે તેમના ઘરની નજીક છે. ખાસ તો કંકુ એનએકસમાંથી જવેલરી, કોસ્મેટીકસ અને લેડિઝ ઈનરવેર પણ સરળતાથી મળી રહે છે. જેથી તમામ લેડીઝ અહીં આવવાનું પસંદ કરશે.પ્રિયા સેજપાલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમને જવેલરીનું કલેકશન ખુબ જ સારું લાગ્યું કારણકે બધી પ્રકારની ડિઝાઈન મળી જાય છે તેમની મનપસંદ જવેલરી એન્ટીક અને એલીગેન્ટ તેમણે ખાસ તો બ્રેસલેટ અને એકલેટની ખરીદી કરી છે. ઈયરીંગ્સની સારી નવીન ડિઝાઈનમાં જોવા મળે છે. મિતલ જોબનપુત્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ટ્રાયલો લેડિઝ વેરનું કલેકશન કંકુ એનએકસમાં ખુબ જ સારું છે. કવોલિટી ખુબ જ સારી છે. ખાસ તો મટીરીયલમાં સંતોષકારક છે. ટ્રાયલો ૩૦-૩૫ વર્ષ જુની કંપની છે સાથે જ કંકુની સર્વિસ ખુબ જ સારી છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ મુજબ મહેમાનને ભગવાન ગણવામાં આવે છે તો તેજ રીતે કંકુ એનએકસમાં આવેલ દરેક કસ્ટમરને પૂર્ણ સેટીસ્ફેકશન મળી રહે તે માટે તમામ સુવિધા આપવામાં આવે છે.કંકુ એનએકસમાં ટ્રાયલો સેલ્સ ગર્લ્સ ગીતાબેન યાદવે જણાવ્યું કે તેઓ ૧૦ વર્ષથી લેડિઝ ઈનરવેર વેચાણ સાથે જોડાયેલા છે. અત્યારસુધી ટ્રાયલોના પાંચ શો-રૂમ થયા છે ત્યારે છઠ્ઠો શો-રૂમ કંકુ એનએકસ સાથે તેઓ જોડાયેલા છે અને લોકોનો ખુબ જ સારો રીસ્પોન્સ જોવા મળી રહ્યો છે.
રાજકોટનાં માર્કેટમાં ટ્રાયલોની ખાસીયત જણાવતા કહ્યું કે, ઈન્ડીયામાં ઈનરવેરની ૧૫ થી ૧૭ બ્રાન્ડ છે પરંતુ ટ્રાયલોની પ્રાઈઝ પણ ઓછી છે અને કસ્ટમરને જેવી ફિટીંગ જોઈએ છે તે સ્પેશ્યલ ઓર્ડરથી પણ બનાવવામાં આવે છે માટે કસ્ટમરને પ્રોપર ફિટીંગ મળી અત્યાર સુધીમાં ટ્રાયલો કોટન અને હોઝિયરી પ્રોવાઈડ કરતુ હતું. જયારે હવે બેસ્ટી અને સેપી કરીને નવી જ બ્રેસ્યર બહાર પાડવામાં આવી છે. ખાસ તો ટ્રાયલોમાં ભાવ પણ ખુબ જ વ્યાજબી છે કે જે તમામ લોકોને પરવળી શકે.કાજલ સેજપાલે જણાવ્યું કે, તેઓ કંકુ એનએકસમાં જવેલરી લેવા માટે આવ્યા હતા પરંતુ સાથોસાથ તેમને નાઈટડ્રેસમાં શોર્ટસ, ટ્રેક, ટી-શર્ટ, એન્કર વગેરે વેરાયટી જોવા મળી અને ટ્રાયલો અને કંકુ એનએકસ બંનેનું મહત્વ થવાથી ખરીદી માટે આવતી લેડિઝને વિકલ્પો મળી રહે છે.
આમ, કંકુ એનએકસએ વન સ્ટોપ ડેસ્ટીનેશન છે અને લેડિઝ અહિંયા આવવાનું વધુ પસંદ કરશે. ઉપરાંત બંગળીબજારમાંથી અમીનમાર્ગ ઉપર બીજી બ્રાન્ચ શરૂ કરનાર કંકુ એનએકસને ખુબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.